Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

વડનગરમાં તાનારીરી મહોત્સવ શરૂ : નાયક અને તૂરી સમાજના 110 કલાકારોએ એકસાથે ભૂંગળ વગાડીને રચ્યો વર્લ્ડ રેકોર્ડ

અગાઉ તબલા-હાર્મોનિયમનો રચાયો છે રેકર્ડ: પદ્મશ્રી વિજેતા ગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિ, ડૉ.વિરાજ અમર ભટ્ટને એવોર્ડ પણ અપાયો

અમદાવાદ : તાના અને રીરી એ જોડિયા બહેનો હતી અને તેઓ ઉત્તરી ગુજરાત રાજ્યના વિસનગર નજીક વડનગરના વતની હતા. આ બંને છોકરીઓ નરસિંહ મહેતા સાથે નજીકની સંબંધી હતી.

નરસિંહ મહેતાની પૌત્રી શર્મિષ્ઠા, તાના અને રીરીની માતા હતી. નરસિંહ મહેતાના પૌત્રી શર્મિષ્ઠાનાં નામે વડનગરમાં તળાવ પણ છે.

 

એક વાયકા પ્રમાણે તાનારીરી બહેનોએ બાદશાહ અકબરના દરબારમાં હાજર થવાના ફરમાનના બદલામાં આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હતો. બાદમાં,બાદશાહ અકબરે બંને બહેનોના નામ પર એક શાસ્ત્રીય રાગ વિકસાવવા પણ કહ્યું હતું.વડનગરની આ વિભૂતિની યાદમાં વડનગરમાં તાના-રીરીના સન્માનમાં એક સ્મારક બનાવવામાં આવ્યું છે.
રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન મોદીએ વડનગરમાં બે દિવસીય તાનારીરી મહોત્સવ શરુ કરાવ્યો હતો. આ પરમ્પરા આજે પણ યથાવત છે. આજથી બે દિવસ માટે વડનગરમાં તાનારીરી મહોત્સવનું આયોજન કરાયું છે

 

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલની ઉપસ્થિતિમાં વડનગરમાં તાનારીરી મહોત્સવનું ઉદ્ઘાટન થયું હતું. તાના-રીરી મહોત્સવમાં ભૂંગળ વગાડીને વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે.નાયક અને તૂરી સમાજના 110 કલાકારોએ એકસાથે વગાડી ભૂંગળ વાતાવરણમાં સૂર-માધુર્ય છેડી વર્લ્ડ રેકર્ડ રચી દીધો હતો. તાના-રીરી મહોત્સવમાં ભૂંગળ વગાડવાનો નવમો ગિનિસ બુક વર્લ્ડ રેકર્ડ બન્યો છે. આ અગાઉ આ જ મહોત્સવમાં અગાઉ તબલા,હારમોનિયમ પર પણ રેકોર્ડ નોંધાયો હતો. પદ્મશ્રી વિજેતા ગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિ, ડૉ.વિરાજ અમર ભટ્ટને એવોર્ડ પણ અપાયો હતો.

(9:11 pm IST)