Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

સુરજવડ ગામે જુગાર રમતા 07 જુગારીયાઓને રૂપિયા 1.13 લાખના મુદામલ સાથે LCB એ ઝડપી પાડ્યા,03 વોન્ટેડ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકના સુરજવડ ગામમાં નર્મદા એલસીબી ટીમે રેઇડ કરતા ત્યાં જુગાર રમતા દસ શખ્સો પૈકી સાતને મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે ત્રણ નાસી છૂટ્યા હતા.

મળતી માહિતી મુજબ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ ના માર્ગદર્શન મુજબ એલસીબી પીઆઇ અલ્પેશ પટેલ ના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે સૂરજવડ ગામની સિમમાં રેડ કરતા ત્યાં જુગાર રમતા પ્રવિણભાઇ ઉર્ફે પવો અર્જુન ભાઇ વસાવા રહે.  વાઘપરા તા. નાંદોદ (૨) રવિ કુમાર કંચનભાઇ પ્રજાપતિ રહે.વાવડી તા. નાંદોદ,(૩) ઝાકિર હુસેન ઐયુબખા રાઠોડ રહે.નળગામ તા. તિલકવાડા(૪) ભરતભાઇ કાનજીભાઇ વસાવા રહે. વાવડી તા.નાંદોદ(૫) અલ્કેશકુમાર વિજયભાઇ વસાવા રહે. વાવડી  તા. નાંદોદ (૬) નીતિનભાઇ રમણભાઇ પટેલ રહે. વાવડી તા. નાંદોદ તથા (૭) રાજુભાઇ શંકરભાઇ તડવી રહે.કરાઠા તા. નાંદોદ હારજીતનો જુગાર રમી રમાડતા અંગઝડતીમાંથી રોકડા રૂ.૨૦,૬૦૦/- તથા દાવ ઉપરના ૧,૫૨૦/- મળી કુલ રોકડ રૂ ૨૨,૧૨૦/- તેમજ મોબાઇલ ફોન નંગ-૬  કિ.રૂ.૨૬,૦૦૦/- તથા મો.સા. નંગ-૨ કિ.રૂ. ૬૫,૦૦૦/- મળી કૂલ  કિ. રૂ.૧,૧૩,૧૨૦/- ના જુગારના મુદામાલ સાથે પકડાઇ જઇ તથા કનુભાઇ જેસલભાઇ ભીલ રહે, ધામસીયા તા.નસવાડી જી.છોટા ઉદેપુર(૯) દિવાન યુસુફખા રહે, સાવલી તા. તિકલવાડા (૧૦) દિનેશભાઇ ગોપાલભાઇ તડવી રહે, મોટા રાયપરા તા.તિલકવાડા જી. નર્મદા નાઓ નાસી જતા તેમને વોન્ટેડ જાહેર કરાયા છે.

(10:00 pm IST)