Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

જિલ્લા જેલ રાજપીપલા ખાતે વોલીબોલ ટુર્નામેન્ટમાં જેલના બંદીવાનો ની ટીમ વિજેતા થઈ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : તારીખ 11.11. 2021 ગુરુવાર ના રોજ જિલ્લા જેલ રાજપીપલા ખાતે જેલ અધિક્ષક બારમેરા સાહેબ અને સિવિલ હોસ્પિટલ રાજપીપલા ના મનોચિકિત્સક ડો. પ્રશાંત જરીવાલા એ સંયુક્ત રીતે જેલના બંદીવાનો ની ટિમ અને હોસ્પિટલ સ્ટાફની ટિમ વચ્ચે એક વોલીબોલ ટુર્નામેન્ટ નું આયોજન કર્યું હતું.

આ વોલીબોલ ટુર્નામેન્ટમાં બન્ને ટિમો વચ્ચે બેસ્ટ ઓફ 3 મેચ રમાડવામાં આવી હતી. જેમાં જેલના બંદીવાનો ની ટિમ વિજેતા થઈ હતી.આજના દિવસે બારમેરા સાહેબ અને ડો. પ્રશાંત દ્વારા યોજવામાં આવેલ વોલીબોલ મેચમાં બંદીવાનો સહિત સ્ટાફે પણ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ મજા માણી હતી.બંદીવાનો અને જેલ તથા હોસ્પિટલ ના સ્ટાફ ના સારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે આવી વધુ પ્રવૃત્તિઓ યોજવામાં આવશે.

(10:03 pm IST)