Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

અમદાવાદમાં સરકારી તળાવની જગ્યાને પોતાની માલિકીનો ખાનગી પ્લોટ બતાવી વેચી નાખનાર આરોપીઓની ધરપકડ

પકડાયેલા આરોપી મુકેશ ભરવાડ અગાઉ પણ નારોલમાં આ જ પ્રકારનાં સરકારી જગ્યા પોતાની બતાવી વેચવાના કેસમાં ધરપકડ કરાઈ હતી

અમદાવાદ : સરકારી ઇમારતો વેચવાના કિસ્સા માત્ર ફિલ્મોમાં જોયા હશે અથવા સાંભળ્યા હશે અમદાવાદમા આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સરકારી તળાવ ની જગ્યાને પોતાનો ખાનગી માલિકીનો પ્લોટ બતાવી એક શખ્શે વેચી માર્યો છે. અને તેની વિરુધ્ધમાં પોલીસ ફરિયાદ પણ નોધાઈ છે.અમદાવાદનાં વાસણામાં સરકારી તળાવની જમીન પોતાની બતાવી બારોબાર સોદો કરનારા મુખ્ય આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે.

આ મામલે ગત મહિને પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં વિશાલ શર્મા નામનાં યુવક પાસેથી આરોપીઓએ 15 લાખ રૂપિયા લઈને સરકારી તળાવને પોતાની જમીનનો પ્લોટ બતાવી વેચી ઠગાઈ કરી હતી. આ કેસમાં મુકેશ ભરવાડ નામનાં યુવકની અગાઉ પણ ધરપકડ કરાઈ હતી. ત્યારે મુખ્ય આરોપી ચિરાગ ભરવાડની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

અમદાવાદનાં વાસણામાં સરકારી તળાવની જમીન પોતાની બતાવી બારોબાર સોદો કરનારા મુખ્ય આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આ મામલે ગત મહિને ફરિયાદ નોંધાઈ હતી જેમાં વિશાલ શર્મા નામનાં યુવક પાસેથી આરોપીઓએ 15 લાખ રૂપિયા લઈને સરકારી તળાવને પોતાની જમીનનો પ્લોટ બતાવી વેચવાનુ જણાવી પૈસા લઈને ઠગાઈ આચરી હતી. મુકેશ ભરવાડ નામનાં યુવકની અગાઉ આ કેસમાં ધરપકડ કરાઈ હતી ત્યારે મુખ્ય આરોપી ચિરાગ ભરવાડની ધરપકડ કરવામાં આવી છે. આ ગુનામાં પકડાયેલા આરોપી મુકેશ ભરવાડ અગાઉ પણ નારોલમાં આ જ પ્રકારનાં સરકારી જગ્યા પોતાની બતાવી વેચવાના કેસમાં ધરપકડ કરાઈ હતી ત્યારે ચિરાગ ભરવાડે પ્રકારે અન્ય કોઈ વ્યક્તિ સાથે ઠગાઈ આચરી છે કે કેમ તે દિશામાં વાસણા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:13 pm IST)