Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત

શિક્ષણ ક્ષેત્રમાં નજીકના ભવિષ્યમાં ૬,૬૧૬ પોસ્ટ પર ભરતી થશે

રાજયની બિન સરકારી અનુદાનિત કોલેજોમાં કેન્દ્રીયકૃત રીતે ૯૨૭ અધ્યાપક સહાયકોની ભરતી કરવામાં આવશે

અમદાવાદ, તા.૧૩: શિક્ષણ ક્ષેત્રે મહત્ત્।મ રોજગારી પૂરી પાડવાના ઉદેશ્ય સાથે આજે રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ મોટી જાહેરાત કરી છે. જાહેરાત પ્રમાણે નજીકના ભવિષ્યમાં શિક્ષણ ક્ષેત્રે ૬,૬૧૬ ભરતી કરવામાં આવશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે રાજયના ઉચ્ચ શિક્ષણ તેમજ ઉચ્ચત્તર-માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે રોજગાર અવસર દ્વારા કારકિર્દી દ્યડતર માટે ૬,૬૧૬ જેટલી નવી ભરતી કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.

શિક્ષણ મંત્રીએ આ સંદર્ભમાં વધુ વિગતો આપતાં ઉમેર્યુ કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી-નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વની વર્તમાન રાજય સરકારે યુવાનોને શૈક્ષણિક ક્ષેત્રે વ્યાપક રોજગાર આપવા સાથે શિક્ષણ સુવિધાઓનો વ્યાપ વિસ્તારવાના ઉદાત્ત્। ભાવથી આ નવી ભરતીનો નિર્ણય કર્યો છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિર્ણયની વિસ્તૃત ભૂમિકા આપતાં કહ્યું કે, રાજયની બિન સરકારી અનુદાનિત કોલેજોમાં કેન્દ્રીયકૃત રીતે ૯૨૭ અધ્યાપક સહાયકોની ભરતી કરવામાં આવશે. રાજયની કોલેજોમાં વિવિધ ૪૪ જેટલા વિષયો માટે ૯૨૭ અધ્યાપક સહાયકો સેવાઓ આ ભરતી પૂર્ણ થતાં મળતી થશે એમ પણ શિક્ષણ મંત્રીએ ઉમેર્યુ હતું.

શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, અધ્યાપક સહાયકોની આ ભરતી માટે તા. ૨૦ જાન્યુઆરી, ૨૦૨૧ સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે તેમજ ભરતીની વધુ વિગતો www.rascheguj.in વેબસાઇટ પરથી ઉપલબ્ધ બની રહેશે. આ સાથે રાજયની બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કુલ ૫,૭૦૦ શિક્ષણ સહાયકોની ભરતી રાજય સરકાર કરશે.

તદઅનુસાર, નવી બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ૩,૩૮૨ અને નવી બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ૨,૩૦૭ શિક્ષણ સહાયકોની નિમણૂક કરવામાં આવશે. શિક્ષણ મંત્રીએ રાજયની બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્ત્।ર માધ્યમિક શાળાઓમાં જે ૩,૩૮૨ શિક્ષણ સહાયકોની ભરતી થવાની છે તેની વિગતો આપતાં કહ્યું કે, અંગ્રેજી વિષય માટે ૬૨૪, એકાઉન્ટ એન્ડ કોમર્સ વિષય માટે ૪૪૬, સોશિયોલોજી વિષય માટે ૩૩૪, ઇકોનોમિકસ વિષય માટે ૨૭૬, ગુજરાતી વિષય માટે ૨૫૪ તેમજ અન્ય વિષયોના શિક્ષણ સહાયકોની ભરતી થશે.

આ જ પ્રમાણે બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ગણિત-વિજ્ઞાન વિષય માટે ૧,૦૩૭, અંગ્રેજી વિષય માટે ૪૪૨, સામાજિક વિજ્ઞાન વિષય માટે ૨૮૯, ગુજરાતી વિષય માટે ૨૩૪ તેમજ અન્ય વિષયો માટેની મળી કુલ ૨,૩૦૭ શિક્ષણ સહાયકોની ભરતી કરાશે.

આ પ્રસંગે શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, જેવી રીતે રાજયમાં ધોરણ-૧૦ અને ૧૨ના વર્ગો શરૂ કરાયા છે તેવી જ રીતે પરિસ્થિતિ પર ધ્યાન રાખીને તબક્કાવાર અન્ય ધોરણના વર્ગો શરૂ કરવામાં આવશે. આ મામલે સરકાર તરફથી જાહેરાત કરવામાં આવશે.

(3:47 pm IST)