Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

કોરોના રસીકરણ માટે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો અને ગંભીર બિમારીવાળાને ડોઝ અપાશેઃ મોબાઇલ ઉપર એસએમએસથી જાણકારી અપાશે

ગાંધીનગર: 16 જાન્યુઆરીથી કોરોના વેક્સીનેશનની શરૂઆત થવા જઇ રહી છે. દરેક વ્યક્તિને કોરોના વેક્સીનના બે ડોઝ આપવામાં આવશે. આ માટે પહેલા પોતાનું રજિસ્ટ્રેશન કરાવવુ જરૂરી છે. તે બાદ કો-વિન એપ દ્વારા રસી લાગવાની તારીખ, સ્થળ અને અન્ય જાણકારી આપવામાં આવશે. બન્ને ડોઝ લાગ્યા બાદ વ્યક્તિના ફોન પર જ સર્ટિફિકેટ પણ આવી જશે.

  • પહેલા કોને આપવામાં આવશે વેક્સીન

અત્યારે 3 કરોડ કોરોના વોરિયર્સને વેક્સીન લગાવવામાં આવશે. જે બાદ ફ્રંટલાઇન વર્કસ, 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકો અને ગંભીર બીમારી ધરાવતા લોકોને ડોઝ આપવામાં આવશે.

નોંધણી બાદ તમારા તરફથી અપાયેલા મોબાઇલ નંબર પર તમને SMS મળશે.

પહેલો SMS નોંધણીની મંજૂરી માટે આવશે

બીજો SMS તમને રસીકરણના દિવસે, સમય અને સ્થળની માહિતી આપવામાં આવશે.

ત્રીજો SMS રસી આપ્યાનો અને રસીકરણની હવે પછીની તારીખની માહિતી માટે આવશે.

બીજો ડોઝ લગાવ્યા બાદ ચોથો SMS આવશે જેમાં ડિજીટલ પ્રમાણપત્રની લિંક પણ હશે.

(5:07 pm IST)