Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

ગાંધીનગરમાં સે-6માં શાકમાર્કેટ નજીક મુકવામાં આવેલ કચરાપેટી અવર જ્વર કરતા વાહનચાલકો માટે જોખમરૂપ બની

ગાંધીનગર: શહેરમાં મુખ્ય માર્ગો તેમજ જાહેર વિસ્તારમાં એકઠા થતાં કચરાને એકત્રીત કરી શકાય તે માટે ઠેકઠેકાણે કચરાપેટી મુકવામાં આવી છે. ત્યારે સેક્ટર-૬માં શાકમાર્કેટની પાસે પસાર થતાં માર્ગ નજીકની કચરાપેટી અવર જવર કરતાં વાહનચાલકો માટે પણ જોખમી બની છે તો ઉભરાઇ રહેલો કચરો પણ આસપાસ એકઠો થતાં ગંદકીમાં પણ વધારો થઇ રહ્યો છે.

પાટનગરમાં આવેલા મુખ્ય શોપીંગ સેન્ટરો તેમજ જાહેર વિસ્તારો સહિત માર્ગોની આસપાસ કચરો ભેગો ન થાય તે માટે તંત્ર દ્વારા કચરાપેટી મુકવામાં આવી છે જેમાં એકત્રીત થતો કચરો નિયમીત નિકાલ નહીં થતાં ઘણી જગ્યાએ કચરાપેટીઓ પણ ભરાઇ જતી હોય છે અને ગંદકીમાં પણ વધારો થતો હોય છે. સેક્ટર-૬/એમાં શાકમાર્કેટ નજીક મુકવામાં આવેલી કચરાપેટી રોડને અડોઅડ હોવાથી ઘણી વખત વાહનચાલકોને પણ અથડાવવું પડે છે. તો બીજી તરફ કચરાપેટીમાં એકઠો થતો કચરાનો નિયમિત નિકાલ કરવામાં નહીં આવતાં પેટીની આસપાસ જ ખડકાયેલો હોય છે.

(5:38 pm IST)