Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

મહેસાણા જિલ્લામાં ઘરફોડ ચોરીની ઘટનામાં વધારો:દાહોદની ગેંગના બે સાગરીતોને પોલીસે ઝડપી પાડયા

મહેસાણા :જિલ્લાઅમદાવાદ ગ્રામ્યબનાસકાંઠા અને બોટાદ જિલામાં ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર દાહોદ ગેંગના બે સાગરીતોને પેરોલ ફ્લો સ્કવોર્ડની ટીમે મહેસાણામાંથી ઝડપી લીધા હતા. બન્ને આરોપીઓએ પોલીસની પુછપરછમાં ચાર જિલ્લામાં જીનીંગ ફેક્ટરીોને નિશાન બનાવી છે. ચોરીઓની ચોંકાવનારી કબુલાત કરી હતી. પોલીસે તેમના અન્ય ત્રણ સાગરીતોને પકડવા ચક્રો ગતિમાન કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એક સપ્તાહ પહેલા કડી તાલુકામાં આવેલી બે જીનીંગ ફેક્ટરીમાં તસ્કરોએ હાથફેરો કરીને અંદાજિત રૃા. ૧૨ લાખના મુદ્દામાની ચોરી કરી હતી. જેના પગલે મહેસાણા જિલ્લામાં મિલકત સંબંધી વણ ઉકેાયેલા ગુનાઓ ઉકેલવા પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહીલે તાજેતરમાં એક્શન પ્લાન અમલમાં મુક્યો હતો. એલસીબી પીઆઈ બી.એચ. રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ અલગ ટીમો બનાવી જિલ્લા પંથકમાં વ્યુહાત્મક નાકાબંદી અને વાહન ચેકિંગની કામગીરી શરૃ કરી હતી. તે અંતર્ગત પેરોલ ફ્લો સ્કવોર્ડના પીએસઆઈ ડી.એન. વાંઝા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે વખતે મહેસાણા શહેરમાંથી શકમંદ હાલતમાં દાહોદ ગેંગના વિજય પલાસ અને નિલેશ ઉર્ફે લીલો સુભાસને પકડી લીધા હતા. બન્ને જણાની સઘન પુછપરછ કરતાં આરોપીઓએ પોતાના સાગરીત નિકેશ પલાસહેમરાજ પલાસ અને શીવરાજ પલાસ સાથે મળીને મહેસાણા જિલ્લામાં બાવલુવિજાપુર અને ઊંઝામાં તેમજ અમદાવાદના માંડલ અને બોટાદ જિલ્લામાં ઘરફોડ ચોરીઓને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી. પોલીસે દાહોદ ગેંગના બે આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:40 pm IST)