Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

અણુમથકમાંથી ૨.૫૫ લાખના કેબલ ડ્રમની ચોરી

ચોરોનો અણુમથકમા પણ હાથ ફેરો

બારડોલી :  સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં મોટીચેર ખાતે અણુમથકના ૩ અને ૪ નંબરના પ્લાન્ટના ગેટની અંદરથી અજાણ્યા તસ્કરો ૯ કેબલ ડ્રમ કિંમત રૂ. ૨.૫૫ લાખના મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી તાલુકાનાં મોટીચેર ખાતે અણુમથક ૩ અને ૪ નંબરના પ્લાન્ટના ગેટની અંદરના ભાગે આવેલ સ્ટરલીંગ એન્ડ વ્હીલસન કંપનીના કમ્પાઉન્ડને માલ સામાન મૂકવા ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ ગોડાઉનમાં સ્ટરલીંગ એન્ડ વ્હીલસન કંપનીના વાપરવા માટેના વાયરો મૂકવામાં આવ્યા હતા. ત્યાંથી કોઈ અજાણ્યા તસ્કરો સેરવેલ કંપનીના ૫ પેરાનો કેબલ ડ્રમ નંગ-૧ તથા સેરવેલ કંપનીના ૨ કોર કેબલ ડ્રમ નંગ-૮ મળી કુલ કેબલ ડ્રમ નંગ-૯ જેની કિંમત રૂ. ૨.૫૫ લાખના મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. બનાવ અંગે માંડવી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(7:57 pm IST)