Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

ડેડીયાપાડા તાલુકાના બેલદાની આંગણવાડીમાં ઓઢણી બાંધી પરિણીતાએ ફાંસો ખાઈ લેતા અરેરાટી

ફાંસો ખાનાર નિરંજનાબેનને તેમનો પતિ ડેડીયાપાડા સાથે નહિ લઈ જતા આ પગલું ભર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના બેળદા ગામના રીનાબેન ફતેસીંગ ભાઈ વસાવાએ આપેલી ફરિયાદ અનુસાર ગામની આંગણવાડી ખાતે નિરંજનાબેન મિનેશભાઇ વસાવા (ઉં.વ.૩૯)એ તેના પતિ મિનેશભાઇ દેડીયાપાડા જતા હોય એ તેને સાથે નહીં લઇ જતા તેનું મનદુ:ખ થતા બેલદા ગામની આંગણવાડીના કંમ્પાઉન્ડમાં જઇ રમત ગમતના હિચકાના સ્ટેન્ડ સાથે ઓઢણી બાંધી પોતાની જાતે ગળે ફાંસો ખાઇ જતા તેનું મોત નીપજ્યું હતું. ડેડીયાપાડા પોલીસે હાલ અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે.

(10:41 pm IST)