Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

નર્મદા જિલ્લા પંચાયતની બેઠકો માટે શુક્રવારે કુલ- ૫૬ ઉમેદવારી નોંધાઇ : આજદિન સુધી કુલ- ૬૪ ઉમેદવારી નોંધાઇ

જિલ્લાની પાંચેય તાલુકા પંચાયતની બેઠકો માટે આજે ૨૦૪ ઉમેદવારી નોંધાઇ : આજદિન સુધી કુલ-૨૩૧ ઉમેદવારી નોંધાઇ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : આગામી તા.૨૮ મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી જિલ્લા/ તાલુકા પંચાયત/નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રો સ્વીકારવાના આજે પાંચમા દિવસે તા.૧૨ મી ફેબ્રુઆરી, ના રોજ નર્મદા જિલ્લા પંચાયતની બેઠકો માટે કુલ-૫૬ ઉમેદવારી નોંધાઇ છે. ગઇકાલ તા.૧૧ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ સુધી નોંધાયેલી ૮ ઉમેદવારી સહિત આજની સ્થિતિએ  જિલ્લા પંચાયતની બેઠકો માટે કુલ-૬૪ ઉમેદવારી નોંધાવા પામી છે.
તેવી જ રીતે,નર્મદા જિલ્લામાં સમાવિષ્ટ નાંદોદ,ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા અને સાગબારા તાલુકા પંચાયતની બેઠકો માટે આજે ૨૦૪ ઉમેદવારી નોંધાઇ છે. ગઇકાલ તા.૧૧ મી ફેબ્રુઆરી સુધીમાં ઉક્ત તાલુકા પંચાયતોની બેઠકો માટે નોંધાયેલી ૨૭ ઉમેદવારી સહિત આજની સ્થિતિએ કુલ-૨૩૧ ઉમેદવારી નોંધાઈ હોવાના અહેવાલ નર્મદા જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી પ્રાપ્ત થયા છે.

(9:48 am IST)