Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

લેન્ડ ગ્રેબિંગ એકટ 2020ની કેટલીક જોગવાઈઓને ગુજરાત હાઈકોર્ટમાં પડકારાઈ : 18મીએ વધુ સુનવણી

સ્પેશ્યલ કોર્ટમાં જજની નિમણુંક કરવાની સત્તા જે CrPC 1973ની કલમ 9ની વિરુદ્ધ: એકટમાં ફોજદારી કાયદાને રેટરોએક્ટિવ ઇફેક્ટ સાથે લાગુ કરાયું જે બાંધરણના અનુછેદ 20(1)નું ઉલ્લંઘન

અમદાવાદ : ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ (પ્રોહીબિશન) 2020 અને ગુજરાત લેન્ડ ગ્રેબિંગ રૂલ્સ 2020ની કેટલીક જોગવાઈઓને શુક્રવારે ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. આ મામલે વધુ સુનાવણી 18મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે.

ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી પિટિશનમાં રજુઆત કરવામાં આવી છે કે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ 2020ની કેટલીક જોગવાઈઓ બંધારણના અનુછેદ 20નું ઉલ્લંઘન છે. ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ 2020ના સેક્શન 4(2) હેઠળ નવો ગુનો દાખલ થઈ શકે છે. એકટમાં ફોજદારી કાયદાને રેટરોએક્ટિવ ઇફેક્ટ સાથે લાગુ કરવામાં આવ્યું છે, જે બાંધરણના અનુછેદ 20(1)નું ઉલ્લંઘન છે.

ગુજરાત લેન્ડ ગ્રેબિગ એકટ 2020માં રાજ્ય સરકાર સ્પેશ્યલ કોર્ટમાં જજની નિમણુંક કરવાની સત્તા આપવામાં આવી છે, જે CrPC 1973ની કલમ 9ની વિરુદ્ધ છે. ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ 2020ની કલમ 4(3) 14 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે. ગુજરાત લેન્ડ ગ્રેબિંગ કાયદાની કલમ 9 મુજબ સ્પેશ્યલ કોર્ટને લેન્ડ ગ્રેબિંગ એકટના કાયદાના અમલ પહેલા કે પછી બનેલા ગુના સાંભળવાની સતા આપે છે.

ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી પિટિશનમાં વધુમાં રજુઆત કરવામાં આવી હતી કે સામાન્ય કેસની ટ્રાયલ દરમિયાન કેદીઓને મળતા અધિકાર સ્પેશ્યલ કોર્ટની ટ્રાયલ દરમિયાન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા નથી. જે બંધારણના અનુછેદ 20નું ઉલ્લંઘન છે.

(11:54 pm IST)