Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

વડનગરમાંથી ર હજાર વર્ષ જૂનો કિલ્લો-ચાંદીના સિક્કા મળી આવ્યા

પુરાતત્વ ખાતા દ્વારા ખોદકામમાં દરરોજ નવી ચીજો મળી રહી છે : રસ્તા-ગટર-પાણીની વ્યવસ્થાના અવશેષો સાથે : અગાઉ બૌધ્ધ સ્તુપ અને ત્રીજી સદીનું સમાધી અવસ્થામાં હાડપિંજર મળેલ : નીચે આખુ નગર હોવાની સંભાવના

મહેસાણા : ગુજરાતના મહેસાણા જીલ્લાના વડનગરમાં ખોદકામ દરમિયાન બીજી સદીના અવશેષો મળ્યા છે. પુરાતત્વ વિભાગને ખોદકામમાં બે હજાર વર્ષ જૂના ૧૨ થી ૧૪ મીટર લાંબો કિલ્લો, દિવાલ અને મકાન અવશેષો મળેલ. આ સિવાય શંખની કલાત્મક બંગડીઓ, ચાંદી, તાંબા - પિતળના સિકકા, માટીના વાસણો પણ મળેલ.

વડનગરમાં અત્યાર સુધીમાં અનેક વર્ષ જૂની વસ્તુઓ અને રહેણાંક અવશેષો મળી ચુકયા છે. ૫૦ મીટર પરકોર્ટનું ખોદકામ થઇ ચુકયુ છે અને ૨૦૦ મીટરનું કામ ચાલુ છે. આ વિસ્તારમાંથી ૧ હજાર વર્ષ જૂના અવશેષ પણ મળ્યા છે. વડનગરના જાણકારો મુજબ અહી કોઇ સભ્યતા વિકસીત થઇ હશે. આમ તો વડનગર હડપ્પા સભ્યતાના પુરાતત્વ સ્થળોમાંથી એક છે.

પુરાતત્વવેતાઓનું એ પણ માનવું છે કે ૧૬મી સદીમાં જયારે લોકો પશ્ચિમી દેશોથી ભારત આવ્યા ત્યારે વડનગરની સંપદાનો ઉપયોગ કરવા લાગેલ. અંગ્રેજીઓ અહી પણ ટ્રેનના પાટા મુકયા હતા.

ઘણા દિવસોથી ચાલી રહેલ ખોદકામમાં રોજ નવી નવી વસ્તુઓ મળી રહી છે. જેથી અધિકારીઓમાં પણ આશ્ચર્ય જોવા મળ્યુ છે. ખોદકામ દરમિયાન મળેલ મકાન ગાયકવાડ અને સોલંકી શાસનના હોવાથી સંભાવના છે. ઉપરાંત પાક, રસ્તા ગટર અને પાણીની વ્યવસ્થા પણ મળેલ. આનાથી જાણવા મળેલ કે વડનગરની નીચે વ્યવસ્થિત નગર વસતુ હતુ. નાના-નાના નાળાઓ પણ મળેલ.

કેટલાક મહિનાઓ પહેલા ખોદકામ દરમિયાન ત્રીજીસદીના બૌધ્ધ સ્તુપ અને સમાધી અવસ્થામાં હાડપિંજર મળેલ જે સાતમી કે આઠમી સદીના બૌધ્ધ ભીક્ષુનું હોવાનુ અને સ્તુપ ત્રીજી કે ચોથી સદીના સાંકેતીક બૌધ્ધ સ્તુપ મળેલ એ પહેલા પણ બૌધ્ધ ધર્મના અવશેષ મળેલ. પુરાતત્વ વિભાગની તપાસ બાદએ જાણવા મળેલ કે હાડપિંજર ત્રીજી સદીનું છે.

(2:49 pm IST)