Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

અમદાવાદના વાડજમાં પીકઅપ ગાડીમાં અનાજ ભરીને જઈ રહેલ ડ્રાઈવરને બે શખ્સોએ અટકાવી પાંચ લાખની માંગણી કરી ધમકી આપતા પોલીસ ફરિયાદ

અમદાવાદ: શહેરના વાડજમાં બોલેરો પીકઅપ ગાડીમાં અનાજ ભરીને જઈ રહેલા ડ્રાયવરને બે શખ્સોએ અટકાવીને પોતે ક્રાઈમમાંથી આવે છે અને ગાડીમાં સસ્તા અનાજની દુકાનનું અનાજ છે કહીને પતાવટ પેટે પાંચ લાખની માંગણી કરી હતી.

જોકે ડ્રાયવરે તેના શેઠને ફોન કરીને બોલાવતા તે ઘટનાસ્થળે આવી પહોચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. જેમાં પોલીસે અહીં આવીને બન્ને શખ્સોની અટક કરી હતી.બે પૈકી એક આરોપી એક ન્યુઝ ચેનલનો કેમેરામેન હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

બનાવની વિગત મુજબ મેઘાણીનગરમાં રહેતો રોશન પી.તૈલી(21) ડ્રાઈવર તરીકે કામ કરે છે અને હાલમાં શાહપુર દરવાજા બહાર ગણેશ સોસાયટીમાં રહેતા મુકેશભાઈ આર.ત્રિવેદી પાસે બોલેરો પીકઅપના ડ્રાઈવર તરીકે કામ કરે છે.

મુકેશભાઈ દુધેસ્વર રોડ પર આકાશ ટ્રેડીંગ કંપની નામની અનાજની દુકાન ધરાવે છે. દરમિયાન 11 ફેબુ્રઆરીના રોજ મુકેશભાઈએ રોશનને બોલેરો પીકઅપ વાનમાં આકાશ ટ્રેડીંગના ગોડાઉનમાંથી 48 કટ્ટા ઘંઉ અને 52 કટ્ટા ચોખા ભરીને ચાંગોદરમાં પી.કે.ઈન્ડસ્ટ્રીઝ ખાતે ખાલી કરવા કહ્યું હતું

આથી રોશન તૌલી ઘંઉ ચોખા ભરીને બોલેરો પીકઅપ વાન લઈને જુના વાડજ નારણપુરા ક્રોસિંગ પાસે પહોંચ્યો ત્યારે બાઈક અને એક્ટીવા પર આવેલા બે શક્સોએ તેને અટકાવ્યો હતો. તેમણે વાનની ચાવી કાઢી લીધી હતી અને ગાડીમાં શું ભર્યું છે, એમ પુછતા રોશને ઘંઉ અને ચોખા હોવાનું કહ્યું હતું. બાદમાં શખ્સોએ રોશનને તારા શેઠને બોલાવ એમ કહેતા રોશને તેના શેઠને ફોન કરતા તે ઘટનાસ્થળે આવ્યા હતા

(5:38 pm IST)