Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

વડોદરાના ભરચક વિસ્તારમાં ઘરમાં પ્રવેશ કરી તસ્કરોએ મોબાઈલ ફોન સહીત રોકડની ઉઠાંતરી કરતા ચકચાર

વડોદરા:શહેરના સરસીયા તળાવની પાછળ નરસિંહ ટેકરી ખાતે રહેતા રાહુલભાઈ ભદોરીયા ફેબ્રીકેશન વ્યવસાય સાથે સંકળાયેલા છે. 1/ 11/ 2020 ના રોજ તેઓ પોતાના ઘરે ઊંઘી રહ્યા હતા અને બાજુમાં રૂપિયા 5000 ની કિંમત ધરાવતા બે મોબાઇલ ફોન મુક્યા તેમજ રોકડા રૂપિયા 5 હજારની મત્તા ભરેલું પર્સ હતું

મકાનનો દરવાજો ખુલ્લો હોય તકનો લાભ ઉઠાવી અજાણ્યો તસ્કર બંને મોબાઇલ ફોન અને પર્સની ચોરી કરી નાસી છૂટયો હતોઘટના સમયે તેઓની પાસે મોબાઇલના બીલ ના હોય તેમણે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું પરંતુ ગઈકાલે ઘરની સાફ સફાઇ દરમિયાન મોબાઇલ ફોનના બિલો મળી આવતાં તેમણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.બીજા બનાવમાં વડોદરા શહેરના મદનઝાંપા રોડ પર આવેલી ઈદીયા મંઝિલ માં રહેતા સાજીદહુસેન તૈડીવાલા બરોડા ટ્રાઇસિકલ નામની દુકાન ધરાવે છે. ગઈ 5/11/2020 ના રોજ તેઓ પોતાના રૂમમાં મોબાઈલ ફોન ચાર્જિંગમાં લગાવી સુઈ ગયા હતા

સવારે ચાર્જિંગમાં ફોન જણાતા તેમણે પરિવારને જાણ કરી હતી. તે સમયે તેમના નાના ભાઈ, ભાભી અને બહેનનો મોબાઈલ પણ મળી આવ્યો હતો. જેથી ઘરના કોઇ સભ્ય પાસે મોબાઇલ ફોન હોય ફરિયાદ કરી હતી પરંતુ આજ દિન સુધી મોબાઈલ ફોન મળી આવતા તેઓએ ફરિયાદ નોંધાવી હતી કે, લોખડની જાળીવાળા દરવાજાની સ્ટોપર ખોલી ઘરમાં પ્રવેશનો અજાણ્યો તસ્કર રૂપિયા 23 હજાર ની કિંમત ધરાવતા 4 મોબાઈલ ફોનની ચોરી કરી નાસી છૂટયો છે. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:38 pm IST)