Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

સુરતના ઉઘના વિસ્તારમાં રમકડાં બનાવતા કારખાનામાં લિફ્ટ તૂટતાં કારખાનેદારનું ગંભીર ઇજાથી મોત નિપજતા પરિવારની માથે આભ ફાટ્યું

સુરત: શહેરના ઉધનામા હરિનગર ખાતે આવેલા રમકડાં બનાવવાના કારખાનામાં શુક્રવારે સાંજે બનેલી ઘટનામાં ગૂડ્સ લિફ્ટ તૂટીને કારખાનેદાર ઉપર પડતા ગંભીર ઈજા થવાને કારણે તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.

નવી સિવિલ અને પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગોડાદરા ખાતે આવેલ ચામુંડા નગરમાં રહેતા 45 વર્ષીય અઘારામ ફુલાજી પુરોહિત ઉધના વિસ્તારના હરિ નગર ખાતે આવેલ રામકૃષ્ણ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં આવેલ આશાપુરી પ્લાસ્ટિક નામનું રમકડાં બનવાવનો કારખાનું ધરાવતા હતા

શુક્રવારે સાંજે તેઓ કારખાનામાં હાજર હતા અને ગુડ લિફ્ટ પાસે સામાન મુકતા હતા ત્યારે અચાનક લિફ્ટ તૂટી ગઈ હતી અને તેમના ઉપર પડતા તેમનો પગ ફસાઈ ગયો હતો. જેથી તેમને પગ અને માથામાં ગંભીર ઈજા થતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યો હતો.

વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે અઘારામ મૂળ રાજસ્થાનના ઝાલોર જિલ્લાના મૂળ વતની હતા. તેમને એક સંતાન છે. અંગે ઉધના પોલીસે તપાસ આદરી છે.

(5:42 pm IST)