Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

બોરસદ તાલુકાના સીસ્વા-ઉમલાવ રોડ નજીક રાત્રીના સુમારે જઈ રહેલ કાકા-ભત્રીજાને 5 અજાણ્યા શખ્સોએ લાકડાના ડંડાથી માર માર્રી 2 લાખ ભરેલ બેગની ઉઠાંતરી કરતા પોલીસ ફરિયાદ

બોરસદ:તાલુકાના ઉમલાવ ગામે રહેતા શંકરલાલ માણેકલાલ મહેશ્વરી સંતોકપુરા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓના ભત્રીજા ધવલની ભાદરણ ગામે પ્રતાપપુરા નજીક આવેલ શોપીંગ સેન્ટરમાં અનાજ-કરિયાણાની દુકાન આવેલ છે. જ્યાં ધવલ અને મેહુલકુમાર નામના તેઓના ભત્રીજા દુકાન ચલાવે છે. નોકરી પરથી છુટયા બાદ શંકરલાલ પણ અનાજ-કરીયાણાની દુકાને જઈ બેસતા હોય છે. ગઈકાલ રાત્રિના સુમારે શંકરલાલ તથા તેઓનો ભત્રીજો મેહુલ દુકાન બંધ કરી વકરામાં આવેલ અંદાજિત રૂા. લાખ તેમજ અનાજ-કરિયાણા પેટે બેંકમાં ભરવાના રોકડા રૂા. લાખ બે અલગ-અલગ થેલામાં મુકી બંને જણ મોટરસાયકલ ઉપર સવાર થઈ ઘરે જવા નીકળ્યા હતા. રૂા. લાખ ભરેલ થેલો શંકરલાલે મોટરસાયકલ ચલાવતી વખતે આગળના ભાગે મુક્યો હતો. જ્યારે રૂા. લાખ ભરેલ થેલો મેહુલ મોટરસાયકલ ઉપર પાછળ લઈને બેઠો હતો. રાત્રિના લગભગ ૯ઃ૦૦ કલાકના આસપાસના સુમારે તેઓ સીસ્વાથી ઉમલાવ જવાના રોડ ઉપર આવેલ એક ખરી નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી બે એક્ટીવા ઉપર પાંચ જેટલા શખ્શો આવી ચઢ્યા હતા અને મોટરસાયકલને ઓવરટેક કરી થંભાવી દઈ ગમે તેમ અપશબ્દો બોલી લાકડાના ડંડાથી માર મારવાનું ચાલુ કર્યું હતું. દરમ્યાન શંકરલાલે પોતાની પાસેનો થેલો રોડની સાઈડમાં ફેંકી દીધો હતો. જો કે અજાણ્યા શખ્શોએ મેહુલ પાસે રાખેલ રૂા. લાખનો થેલો આંચકી લઈ લૂંટ ચલાવી સીસ્વા તરફ નાસી છુટયા હતા. અચાનક બનેલ ઘટનાથી હેબતાઈ ગયેલ કાકા-ભત્રીજાએ મોટરસાયકલ ઉપર સીસ્વા-ઉમલાવ ચોકડી સુધી અજાણ્યા શખ્શોનો પીછો કર્યો હતો. પરંતુ કંઈ હાથ લાગ્યું હતું. જેથી ધવલને ફોન કરી બોલાવતા તે ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને રોડની સાઈડમાં ફેકી દીધેલ રૂા. લાખ ભરેલ થેલો શોધી મેળવ્યો હતો. બાદમાં શંકરલાલ અને મેહુલકુમારે ભાદરણ પોલીસ મથકે પહોંચી પોતાના સાથે બનેલ બીના અંગે પોલીસને જણાવતા પોલીસે અજાણ્યા શખ્શો સામે લૂંટનો ગુનો નોંધી લૂંટારુંઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(5:42 pm IST)