Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

ગાંધીનગર નજીક ચિલોડા-હિંમતનગર હાઇવે પર લકઝરી બસમાં દારૂની હેરાફેરી કરતા શખ્સને પોલીસે વાહનચેકીંગ દરમ્યાન ઝડપી ધરપકડ કરી

ગાંધીનગર:શહેર નજીક ચિલોડા-હિંમતનગર હાઈવે ઉપર લકઝરી બસમાં દારૃની હેરાફેરીનો સિલસીલો યથાવત રહેવા પામ્યો છે અને ચિલોડા પોલીસે વાહનચેકીંગ દરમ્યાન લકઝરી બસમાંથી વધુ એક મુસાફરને વિદેશી દારૃના જથ્થા સાથે ઝડપી પાડયા હતા. અમદાવાદનો મુસાફર દારૃ કયાંથી લાવ્યો હતો અને કયાં લઈ જવાનો હતો તે જાણવા માટે તપાસ શરૃ કરવામાં આવી છે.  

રાજયમાં દારૃબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવી રહયો છે ત્યારે પોલીસ દ્વારા બુટલેગરોના વાહનો ઝડપી લઈ દારૃ કબ્જે કરવામાં આવતાં હવે રાજસ્થાનથી ખેપિયાઓ મારફતે ખાનગી લકઝરી કે સરકારી બસમાં દારૃની હેરાફેરીના કિસ્સા વધી ગયા છે. ખાસ કરીને ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર પોલીસ દ્વારા અવારનવાર વાહનચેકીંગ દરમ્યાન લકઝરી બસમાંથી આવા મુસાફરોને પકડવામાં આવી રહયા છે જેમની પાસેથી દારૃનો જથ્થો મળી પણ રહયો છે ત્યારે ગઈકાલે ચિલોડા પોલીસની ટીમ વાહનચેકીંગમાં હતી તે દરમ્યાન હિંમતનગર તરફથી આવતાં એક લકઝરી બસને ઉભી રાખી હતી અને તેમાં તપાસ કરતાં એક થેલામાંથી વિદેશી દારૃની જેટલી બોટલ મળી આવી હતી. જેથી પોલીસે થેલા સંદર્ભે તપાસ કરતાં બસના મુસાફર જાવેદ અયુબભાઈ ફકીર રહે.ખાનની શેરીજમાલપુર અમદાવાદનો હોવાનું બહાર આવતાં પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસે મોબાઈલ ફોન અને દારૃ મળી ૧૦૦૪૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને દારૃ કયાંથી લવાયો હતો અને કયાં લઈ જવાનો હતો તે જાણવા માટે મથામણ શરૃ કરી છે. 

(5:43 pm IST)