Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

ગાંધીનગર નજીક ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોનો તરખાટ:સુઘડના નવકાર ફાર્મ હાઉસમાં ચોકીદારનું કામ કરતા પરિવાર સાથે લૂંટની ઘટનાથી અરેરાટી

ગાંધીનગર:શહેર નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારો હાલ તસ્કરો અને લૂંટારૃઓ સોફટ ટાર્ગેટ ઉપર છે ત્યારે સુઘડના નવકાર ફાર્મ હાઉસમાં ચોકીદારનું કામ કરતાં પરિવાર સાથે લૂંટની ઘટના બનવા પામી છે જે અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ફાર્મહાઉસમાં છેલ્લા ત્રીસ વર્ષથી ચોકીદારનું કામ કરતાં સતાજી રવાજી ઠાકોર તેમની પત્નિ ભીખીબેન અને પૌત્રી નેહા ઓરડીમાં રહે છે. ગત બુધવારની રાત્રે પરિવારજનો સુતા હતા તે દરમ્યાન મોડી રાત્રે કોઈએ ઓરડીનો દરવાજો ખખડાવતાં સતાજી દરવાજો ખોલવા માટે ગયા હતા. દરવાજો ખોલતાંની સાથે પાંચ જેટલા ઈસમો ઓરડીમાં ઘુસી આવ્યા હતા અને બે વ્યક્તિઓએ છરી બતાવીને કહયું હતું કે તમારી પાસે જે કોઈ દાગીના રૃપિયા હોય તે આપી દો. જેના પગલે ભીખીબેને કાનમાં પહેરેલ સોનાની બુટ્ટીડીસ્કોસોનાની ચુનીગળામાં પહેરેલું ચાંદીનું મંગળસુત્રપગમાં પહેરેલી ચાંદીની સેરો અને બે મોબાઈલ તેમજ ૧૮૦૦ રૃપિયા રોકડા લૂંટી લીધા હતા. ત્યારબાદ પાંચેય શખ્સો ઓરડીની બહાર નીકળી ગયા હતા અને દરવાજો બંધ કરી દીધો હતો. સવારના સમયે ઈલેકટ્રીશીયન આવતાં તેને દરવાજો ખોલ્યો હતો અને સતાજીએ ફાર્મહાઉસના માલિકને જાણ કર્યા બાદ અડાલજ પોલીસને બનાવથી વાકેફ કરી હતી. જેના પગલે પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને રપ હજારની લૂંટનો ગુનો નોંધી લૂંટારૃઓને પકડવા માટે દોડધામ શરૃ કરી છે. ઘટનાની ગંભીરતાના પગલે જિલ્લા પોલીસ વડાએ એલસીબીની ટીમોને ગુનાનો ભેદ ઉકેલવા માટે તાકીદ કરી છે જેના પગલે એલસીબીની ટીમોએ પણ બાતમીદારોને સક્રિય કરી આસપાસના વિસ્તારોમાં તપાસ શરૃ કરી દીધી છે. 

(5:43 pm IST)