Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

સુરતના રાંદેર વિસ્તારમાં પત્નીએ નોકરી છૂટી જવાની બાબતે ઠપકો આપતા પતિએ ફાસો ખાઈ મોતને વ્હાલું કર્યું

સુરત: શહેરનારાંદેર વિસ્તારમાંકામ ધંધો કરવા બાબતે પત્નીએ ઠપકો આપતા પતિએ ફાંસો ખાધો જ્યારે  નોકરી છુટી જતા ટેન્શનમાં એક આઘેડે ગળેફાસો ખાઇ આપઘાત કર્યો હતો.

નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ ખાતે પ્રશાંત નગરમાં રહેતા ૫૧ વર્ષીય રાજેશભાઈ જ્ઞાાનચંદ હેમાજીએ ગુરુવારે રાત્રે ઘરમાં લોખંડના એંગલ સાથે વાયર બાંધી ફાસો ખાઇ આપઘાત કર્યો હતો.તેમ ના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે રાજેશભાઈને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. છેલ્લા કેટલાક સમયથી આંતરિક કારણોસર તેઓ પત્ની અને બાળકો થી જુદા અને પરિવારના અન્ય સભ્યો સાથે રહેતા હતા.તેઓ ગોપીપુરા વિસ્તારમાં આવેલી એક રેડીમેડ કાપડની દુકાનમાં નોકરી કરતા હતા. પરંતુ છેલ્લા ૧૫ દિવસથી નોકરી છૂટી જવાને કારણે બેકાર થઇ જતા માનસિક તાણમાં આવીને પગલું ભર્યું હતું.

(5:44 pm IST)