Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

નર્મદા પરિક્રમમાં જાણીતા કથાકાર મહામંડલેશ્વર કનકેશ્વરીદેવીની સાથે ભક્તો જોડાયા

નર્મદા જયંતિના પાવન દિવસે માલસર ખાતે વિશેષ પુજન અર્ચન કરીને નર્મદા પરિક્રમાની પુર્ણાહુતિ કરવામાં આવશે

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : નર્મદા દુનિયામાં માત્ર એક જ એવી પવિત્ર નદી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે. નર્મદા પરિક્રમાનું એક આગવું મહત્વ રહેલુ છે. જાણીતા કથાકાર મહામંડલેશ્વર કનકેશ્વરીદેવી નર્મદા પરિક્રમા કરી રહ્યા છે અને તેઓ અમરકંટક સરોવરથી ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે. કનકેશ્વરીદેવીની સાથે નર્મદા પરિક્રમામાં પરમેશ્વરાનંદ મહારાજ, ખોખરા હનુમાનજી મંદિરના જયદેવાનંદ મહારાજ, વર્લી કચ્છના કિશોર મહારાજ સહિત ૧૫થી વધુ ભક્તો જોડાયા છે. માલસરથી શરૂ કરવામાં આવેલ નર્મદા પરિક્રમાની પુર્ણાહુતિ નર્મદા જયંતિના પાવન દિવસે વિશેષ પુજન અર્ચન કરીને માલસર ખાતે કરવામાં આવશે.
   અત્રે ઉલ્લેખનીય છે કે, સ્કંદ પુરાણમાં જણાવ્યા અનુસાર નર્મદા નદીની પરિક્રમા સૌપ્રથમ માર્કેન્ડયbઋષિમુનિ એ કરી હતી અને નર્મદા નદીની પરિક્રમા કરવાથી 21 જન્મોનો મોક્ષ મળે છે તેમ જ જીવનની કોઈ પણ તકલીફ હોય એ દૂર થઇ જાય છે. કહેવાય છે મા નર્મદાનાં દર્શન માત્રથી પવિત્ર થવાય છે. નર્મદા એ ભગવાન શિવની પુત્રી છે અને તે કુંવારી છે એટલે કે સાગરમાં મળતી નથી અને આખા ભારતમાં આ એક એવી નદી છે, જેની પરિક્રમા શક્ય છે. આ પરિક્રમા કરી અનેક લોકો મનની શાંતિ પ્રાપ્ત કર્યાનો ઉલ્લેખ પુરાણોમાં છે. 

(6:06 pm IST)