Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

આનંદ મંદિર સ્કૂલ વિરમગામ ખાતે વિદ્યાર્થીઓને ફાયર સેફટી અંગે જાણકારી આપવામાં આવી

આગ લાગે ત્યારે ફાયર એક્સ્ટિંગ્યુસરનો ઉપયોગ કઇ રીતે કરવો તેનું નિદર્શન કરાયું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :જાણીતી શૈક્ષણીક સંસ્થા આનંદ મંદિર સ્કૂલ વિરમગામ ખાતે વિદ્યાર્થીઓને ફાયર સેફટી અંગે જાણકારી આપવામાં આવી હતી. આકસ્મિક  આગ લાગે ત્યારે ફાયર એક્સ્ટિંગ્યુસરનો ઉપયોગ કઇ રીતે કરવો તેનું નિદર્શન કરાયું હતું. ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓ ઉપરાંત શાળાના કર્મચારીઓને પણ ફાયર સેફટી અંગે તાલીમ આપવામાં આવી હતી.

(6:07 pm IST)