Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે 46 ફોર્મ સાથે કુલ-144 ઉમેદવારોએ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી

પ્રથમ દિવસે-૩,બીજા દિવસે-૧૧ ત્રીજા દિવસે-૧૪ અને ચોથા દિવસે-૧૭ અને પાંચમા દિવસે-૫૩ જ્યારે છઠ્ઠા અને અંતિમ દિવસે-46 ફોર્મ સાથે કુલ-144 ઉમેદવારોએ ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધાવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉનડાઉન શરૂ થઈ ગયું  છે. નર્મદા જિલ્લાની રાજપીપળા નગર પાલિકામાં ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી જેમાં પ્રથમ દિવસે 3 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા બીજા બીજા દિવસે 11 ઉમેદવારો ત્રીજા દિવસે 14 ચોથા દિવસે 17 ઉમેદવારો પાંચમા દિવસે-૫૩ અને શનિવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે 46 ફોર્મ સાથે અત્યારસુધી કુલ-144 ઉમેદવારોએ ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધાવી હોવાનું રાજપીપળા નગરપાલિકાના મુખ્ય ચૂંટણી અધિકારી કે.ડી.ભગતે માહિતી આપતા જણાવ્યું હતું.

(12:19 am IST)