Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

રાજપીપળા દોલત બજારની ડેરીમાં 8 માણસો ભેગા કરનાર દુકાનદાર સામે જાહેરનામાનો ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પોલીસ દોલત બજારમાં ડેરી ચલાવતા વેપારી વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો
  પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળા દોલત બજારમાં આવેલી હરિ ઓમ ડેરીમાં આઠ માણસો ભેગા થયા હોય પીએસઆઇ આર.એ.જાદવ એ ચેકીંગ દરમિયાન ડેરી માલિક રાજકુમાર વિનાયકભાઇ રાવલને માણસો ભેગા કરવા અંગે પુછતા કોઇ સંતોષકારક જવાબ ન આપતા જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો.

(11:16 pm IST)