Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ સાથે એક દર્દીનો મૃતદેહ ચાર કલાક મૂકી રાખતા ભારે ઉહાપોહ

રાજપીપળા કોવિડમાં દાખલ ગરડેશ્વર તાલુકાના એક દર્દીનું આજે મોત થતા દાખલ દર્દીઓ સાથે તેમનો મૃતદેહ મૂકી રખાતા ફફડાટ ફેલાયો :હયાત દર્દીઓ સાથે ચાર કલાક મૃતદેહ મુકાતા અંદર દાખલ ત્રણ ચાર દર્દીઓએ રજા લેવા જીદ પકડી હતી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાના કેસો વધતા રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મૃત્યુ આંક પણ વધી રહ્યો છે ત્યારે સોમવારે સવારે એક આધેડના મોત બાદ તેમનો મૃતદેહ ચાર કલાક સુધી અન્ય દાખલ દર્દીઓ સાથે મૂકી રખાતા દર્દીઓમાં ફફડાટ ફેલાતા રજા લેવા જીદ પકડી હતી જેથી ભારે ઓહાપોહ થતા પોલીસ ગોઠવી દેવાઈ હતી.
 સોમવારે રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ગરુડેશ્વર તાલુકાના એક આધેડ દર્દીનું મૃત્યુ થયા બાદ વોર્ડ માં દાખલ અન્ય દસેક દર્દીઓ સાથે મૃતદેહ ચાર કલાક મૂકી રાખતા દર્દીઓ તથા કોવિડ નો કેટલોક સ્ટાફ પણ અંદર જતાં ફફડી રહ્યો હતો ત્યારબાદ દાખલ દર્દીઓ એ રજા લેવા ઓહાપોહ કરતા પોલીસ ગોઠવી દેવાઈ હતી આમ કોવિડ ના જવાબદાર અધિકારીઓ ની નફ્ફટાઈ કહો કે મનમાની ના કારણે હયાત દર્દીઓ સાથે મૃતક વ્યક્તિ ને મુક્યા બાદ પોતાની ગોદડી સાચવવા પોલીસ ખડકી દેવામાં આવી હતી જોકે આ વોર્ડમાં દાખલ અમુક દર્દીઓ અધૂરી સારવારે ભય ના માર્યા રજા લઇ ચાલ્યા ગયા હતા.
આ બાબતે ભયના કારણે રજા લઇ ગયેલા ડેડીયાપાડા ના એક દર્દી દીપકભાઈ વર્મા એ રોષ સાથે જણાવ્યું હતું કે કોવિડ હોસ્પિટલમાં માં દાખલ થયેલા દર્દીઓ એ તેમની બાજુ માં એક મૃતદેહ જોયા બાદ જાણે પ્રત્યક્ષ મોત જોયું હોય તેવો ડર સારવાર લેતા દર્દીઓમાં ફેલાયો હતો,કોવિડ માં ફરજ પર હાજર નર્સો પણ અંદર આવતા ફફડતા હતા અમે રજા લીધી ત્યારે બોટલ ચાલુ હોય પરંતુ હાજર સ્ટાફે મૃતદેહ અંદર હોવાના ગભરાટ થી અમને બહાર બોલાવી બોટલ કાઢ્યો હતો.આવી ગંભીર બેદરકારી માટે જવાબદારો સામે કડક પગલા લેવાઈ તે જરૂરી છે.

(11:20 pm IST)