Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

વડોદરામાં રેમડેસિવિર ઇન્જેક્શન વેચતો ડોક્ટર ઝડપાયો : ડોકટર અને મેલ નર્સની ધરપકડ: PCB ની ટ્રેપમાં સપડાયા

રાવપુરા અને પાણીગેટમાં ટ્રેપ ગોઠવી :આયુર્વેદિક ડોક્ટર અને સ્ટાફની અટકાયત

વડોદરામાં રેમડેસિવિર ઇન્જેક્શન વેચતો ડોક્ટર ઝડપાયો છે. PCBએ ડોકટર અને મેલ નર્સની ધરપકડ કરી છે. રેમડેસિવિર ઇન્જેક્શન બારોબાર વેચી મારતા હતાં. PCBએ 2 અલગ અલગ વિસ્તારમાં ટ્રેપ ગોઠવી હતી. રાવપુરા અને પાણીગેટમાં ટ્રેપ ગોઠવી હતી. આયુર્વેદિક ડોક્ટર અને સ્ટાફની અટકાયત કરવામાં આવી છે.

રેમડેસિવિર ઇન્જેક્શનનો મોટો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યા છે. રેમડેસિવિર ઇન્જેક્શન 7 હજાર 500 અને 9 હજારની કિંમતે વેચાતા હતાં. આરોપીઓ વિરુદ્વ ગુના દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે. હજુ પણ કેટલાક મેડિકલ માફિયાના નામો ખુલે તેવી શકયતા છે.

(9:49 am IST)