Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

સુરતમાં કોરોના પોઝીટીવ સગર્ભા માતાએ પુત્રને જન્‍મ આપતા પુત્ર પણ સંક્રમીતઃ તબીબોએ રેમડેસિવિર ઇન્‍જેકશન આપતા તબિયતમાં સુધારો

સુરત: ફક્ત 11 દિવસનું બાળક જે કોરોના સંક્રમિત થયું છે અને સુરતના નાના વરાછા વિસ્તારમાં સુરત ડાયમંડ એસોસિએશન દ્રારા સંચાલિત હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે. બાળ રોગના વિશેષજ્ઞ ડો. અલ્પેશ સિંઘવીએ જણાવ્યું હતું કે બાળકની માતા સંક્રમિત હતી. તેનાથી સંક્રમણ માસૂમ બાળક સુધી પહોંચ્યું છે. 11 દિવસના બાળકને રેમડેસિવિર ઇંજેક્શન લગાવવામાં આવ્યું છે. હવે બાળકની તબિયતમાં સુધારો છે.

હોસ્પિટલમાં ભરતી થતાં મહિલાના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા. પ્રસુતિ બાદ બાળકનો એક્સ-રે કરવામાં આવ્યો, ત્યારે પણ સામાન્ય હતો. જન્મના પાંચમા દિવસે એક્સ-રે કર્યો તો બિલકુલ સફેદ આવ્યું. તેથી ડોક્ટરને શંકા ગઇ હતી.

કોવિડ 19 ટેસ્ટ કરાવતાં બાળકને સંક્રમણ હોવાની વાત ખબર પડી. માતાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો. પહેલાં દિવસે માતાને સામાન્ય શરદી-ખાંસી હતી, જેને તેણે છુપાવ્યું હતું. ગર્ભવતિ મહિલાઓએ ખૂબ જ કાળજી રાખીને ડોક્ટરને નાની-મોટી તમામ તકલીફો અંગે માહિતગાર જરૂરી છે.

(4:39 pm IST)