Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

સુરતમાં કોરોનાગ્રસ્ત મૃતકોના પરિવારજનોના હાલ-બેહાલઃ પુત્રને માતાની અંતિમયાત્રા માટે લારીનો ઉપયોગ કરવો પડ્યો

સુરતઃ સુરતના ઓલપાડ ગામનો આ બનાવ છે. બેન્કિંગ પ્રોફેશનલ 27 વર્ષના દીકરાએ 60 વર્ષીય માતાની અંતિમ યાત્રા માટે હેન્ડકાર્ટનો ઉપયોગ કરવો પડ્યો !! માતા કોરોનાગ્રસ્ત હોવાથી ઓલપાડ ગામ પંચાયતે તેમને કાંધ આપવાનો સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો હતો. બનાવની વિગતો અનુસાર આ યુવાનની માતા ભદ્રા કે જેણે કોવિડ -19ની ઝપેટમાં આવવાને લીધે આપઘાત કરી લીધો હતો. ગામ પંચાયતે કોવિડ -19 પોઝિટિવ લોકોના મૃતદેહો માટે ગામના સ્મશાનનો ઉપયોગ કરવાની મંજૂરી આપતા નથી. પરંતુ લાંબી મથામણ બાદ આ યુવકને મંજૂરી મળી પરંતુ અંતે સાધન તો ન જ મળતા લારીમાં મૃતદેહ લઈ જવો પડ્યો હતો.

કોરોનાએ દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો છે. નાનકડા એવા આ વાયરસે જાણે માનવ માનવ વચ્ચે આભડછેટ ફેલાવી દીધી હોય તેવી સ્થિતિ પુન: નિર્માણ પામી છે. હાલ કેસ વધતાં મૃત્યુદર પણ વધ્યો છે. એવામાં કોરોનાગ્રસ્ત દર્દીને કોઈ કાંધ દેવા તૈયાર નથી સુરતમાં 27 વર્ષિય પરીન શાહ નામના યુવકના 60 વર્ષિય કોરોનાગ્રસ્ત માતાનું મૃત્યુ થતા કોઈ અંતિમ સંસ્કાર માટે સહાયે આવ્યું ન હતુ આભ ફાટયા જેવી આ સ્થિતિમાં યુવકે રેકડીમાં પોતાના માતાનો મૃતદેહ લઈ જઈ અંતિમવિધિ કરી હતી.

(5:23 pm IST)