Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

વડોદરાના છાણી જકાતનાકા વિસ્તારમાં એક મહિના પહેલા પ્રેમલગ્ન કરનાર યુવક સહીત પત્ની પર સાળાએ જીવલેણ હુમલો કરતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં એક મહિના પહેલાં લવ મેરેજ કરનાર યુવક અને તેની પત્ની પર સાળાએ હુમલો કરતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

છાણી જકાતનાકા વિસ્તારમાં ગાંધીનગર સોસાયટીમાં રહેતા સંદિપ અશ્વિનભાઇ પરમારે પોલીસને કહ્યું છે કે,હું મુંબઇમાં ક્યુ કેફે મુવીમાં પ્રોડયુસર તરીકે કામ કરૃછું,એક મહિના પહેલાં વડોદરાના છાણી વિસ્તારમાં રહેતી પ્રિયા સાથે લવ મેરેજ કર્યા હતા.

ગઇકાલે રાતે હું મારી પત્ની અને પરિવારજનો સાથે ઘેર હતો ત્યારે પ્રિયાના માસીનો પુત્ર દિક્ષિત દિનેશભાઇ યાદવ (વીએમસી ક્વાટર્સ,ટીપી-૧૩,છાણી) તેના બનેવી પ્રિન્સ પરમાર (જાદવ પાર્ક,ટીપી-૧૩) સાથે આવ્યો હતો.

સંદિપે કહ્યું છેકે,દિક્ષિતે બૂમો પાડી મને બહાર બોલાવ્યો હતો અને હું ઘણા સમયથી તને શોધી રહ્યો છું,તું મળતો નથી..તેમ કહી માર માર્યો હતો.તેના બનેવીએ મને પકડી રાખ્યો હતો.મારી પત્ની દોડી આવતાં તેને પણ ધક્કો મારી પાડી દીધી હતી.પોલીસે હુમલાખોર સાળા-બનેવી સામે ગુનો નોંધ્યો છે.

(5:29 pm IST)