Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

વડોદરામાં કિશનવાડી 13.50 મીટરના ટીપી રોડ નજીક દબાણો તોડવા મનપાદ્વારા કામગીરી હાથ ધરવામાં આવી

વડોદરા: મ્યુનિસિપલ કોર્પોરેશને કિશનવાડી વિસ્તારમાં ૧૩.૫૦ મીટરના ટીપી રોડ પરના દબાણો તોડી પાડયા હતા.

મંજૂર થયેલી ટીપી સ્કીમ નં.૫માં કિશનવાડી ઝંડાચોકથી (સુભાષ ચોક)થી ગિરિરાજ સોસાયટી, સાંઇ ડુપ્લેક્સ સુધીના ૧૩.૫૦ મીટરના રોડ પર ગેરકાયદે દબાણો ઊભા થઇ ગયા હતા. ટીપી વિભાગના આદેશ પ્રમાણે દબાણ વિભાગની ટીમે પાણીગેટ પોલીસનો  બંદોબસ્ત મેળવીને જીઇબી, ફાયરબ્રિગેડ, સ્ટ્રીટલાઇટ વગેરે વિભાગને સાથે રાખીને દબાણો તોડવાની બે જેસીબી દ્વારા કામગીરી શરૃ કરી હતી. જેમાં ઓટલા, ચોકડી, દીવાલ, કંપાઉન્ડવોલ, ટોયલેટ - બાથરૃમ, પતરાની દુકાન વગેરે મળીને ૩૧ બાંધકામ તોડી પાડયા હતા

(5:31 pm IST)