Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

ગાંધીનગરમાં છત્રાલની કોલોનીમાં બંધ મકાનનું તાળું તોડી તસ્કરો 3.68 લાખની મતા ચોરી છૂમંતર.....

ગાંધીનગર:જિલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં ઘરફોડ ચોરીના બનાવો વધી રહયા છે ત્યારે છત્રાલમાં આવેલી જીઈબી કોલોનીની વસાહતમાં બંધ મકાનનું તાળું તોડીને તસ્કરો તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી .૬૮ લાખની મત્તા ચોરીને પલાયન થઈ ગયા હતા. પરિવારજનો ધાબા ઉપરથી નીચે આવ્યા ત્યારે ચોરીની ઘટના અંગે જાણ થઈ હતી અને મામલે તેમણે કલોલ તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે ગુનો નોંધીને તસ્કરોને પકડવા માટે દોડધામ શરૃ કરી છે. 

સમગ્ર રાજયમાં કોરોનાનું સંક્રમણ ચાલી રહયું છે તેમ છતાં તસ્કરો તેમના મનસુબા પાર પાડવામાં સફળ થઈ રહયા છે. ગાંધીનગર જિલ્લામાં પણ ગ્રામ્ય વિસ્તારો હાલ તસ્કરોના ટાર્ગેટ ઉપર રહયા છે ત્યારે છત્રાલમાં આવેલી જીઈબી કોલોનીના ન્યુ ફલેટ કવાર્ટસમાં તસ્કરોએ હાથ સાફ કર્યાની ઘટના બહાર આવી છે. અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સબ સ્ટેશનમાં નંદાસણ ખાતે આસી.લાઈનમેન તરીકે કામ કરતાં ઘનશ્યામસિંહ ઉમેદસિંહ વાઘેલા છત્રાલની ન્યુ જીઈબી કોલોનીમાં એફ- પ્રથમમાળે પરિવાર સાથે રહે છે. શનિવારે રાત્રીના સમયે તેઓ ઘરે આવ્યા ત્યારે પરિવારજનો મકાનને તાળું મારી કવાર્ટસના ધાબા ઉપર સુવા માટે ગયા હતા.દરમ્યાનમાં ગઈકાલે સવારના સમયે તેઓ ઘરે નીચે આવ્યા ત્યારે મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તુટેલો હતો અને બેડરૃમમાં જોતાં માલસામાન વેરવિખેર હાલતમાં હતો. તિજોરી પણ ખુલ્લી હાલતમાં હતી તેમાં તપાસ કરતાં બે સોનાના દોરાબે સોનાની વીંટીત્રણ સોનાની લગડીસોનાની બુટ્ટી અને ચાંદીની ત્રણ લગડી તેમજ રોકડ રકમ મળી .૬૮ લાખની મત્તા ચોરાઈ હોવાનો અંદાજ આવ્યો હતો. જેથી મામલે તેમણે કલોલ તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને તેમની ફરીયાદના આધારે તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૃ કરી છે. કલોલ વિસ્તારમાં વધેલી ઘરફોડથી કોઈ ચોકકસ ગેંગ સક્રિય થઈ હોવાનું પણ માનવામાં આવી રહયું છે.

(5:32 pm IST)