Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

થરાદ તાલુકાના ડુવા ગામે રાજસ્થાનથી ચોરીનો જથ્થો લઈને આવેલ ગઠિયાને પોલીસે ઝડપી બે ગુનાહના ભેદ ઉકેલ્યા

થરાદ:તાલુકાના ડુવા ગામે તથા રાજસ્થાનની બે જગ્યા થયેલ  ઘર ફોડ ચોરીનો  થરાદ પોલીસ તથા એલ સી બી દ્રારા ભેદ ઉકેલી એક વ્યક્તિની ધરપકડ કરી હતી.

 બનાવની વિગત એવી કે મૂળ થરાદ તાલુકાના ડુવા ગામ ના વતની અને હાલ રાજસ્થાનના ભિનમાલ ખાતે રહી સોના ચાંદીના દાગના ઘડવાનું કામ કરતા  પોપટલાલ  કનીલાલ સોની તેમના બે અન્ય સાગરીતોની ટોળકી બનાવી  ઘર ફોડ ચોરી કરી અને  સોના ચાંદીના દાગીનાની ચોરી કરી દાગીના પોપટલાલ પોતાની સોનાની દુકાને લાવી ગાળીને અન્ય જગ્યાએ વેચી નાખતા હતા જેની બાતમીના આધારે એલસીબીના જે આર મોથલિયા તથા ભુજ રેન્જર તરુણ દૂ ગગલ તથા થરાદ એએસપી પૂજા  યાદવની સૂચના મુજબ થરાદ પોલીસ તથા પાલનપુર સી બી દ્રારા થરાદ તાલુકાના ડુવા ગામે ડુવા ગામના વતની ચપકલાલ લાલજીભાઈ સોનીને ત્યાં રાત્રીના સમય માગીલાલ હરચંદજી દેવાસી  રહે કાટોલ તાલુકો ભિનમાલ રાજસ્થાનતથા દિનેશ જી પાંચાજી રહે  પથમેડ તાલુકો સાચોર તથા  પોપટલાલ કનીલાલ સોની ભેગા મળી  ૬૬ ગ્રામ સોનાના દાગીનાની કિંમત ૯૭૯૦૦ તથાસ કિલો ૭૪૦ ગ્રામ ચાંદી કિંમત રૃપિયા ૮૪૪૦૦ એક મોબાઈલ ૬૦૦૦ કુલ રૃપિયા ૮૮ ૩૦૦નો મુદામાલની ચોરી કરી હતી.

(5:33 pm IST)