Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

ખેડા જિલ્લા નજીક વહેલી સવારે પુરપાટ ઝડપે જઈ રહેલ અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા ચાલકે ઘટનાસ્થળેજ દમ તોડયો

ખેડા: જિલ્લાના ગળતેશ્વર તાલુકાના અંબાવ ગામે રહેતા ફરિયાદી પ્રભાતભાઈ બબુભાઈ વસાવાનો પુત્ર જગદીશભાઈ (. . ૨૮)ગઈકાલે વહેલી સવારના પોણા વાગ્યાના સુમારે પોતાનું બાઈક નંબર જીજે-૦૬, જેએન-૮૭૫૮નું લઈને ઓડ ચોકડીએથી પસાર થઈ રહ્યો હતો. સામેથી પુરપાટ ઝડપે આવી ચઢેલા કોઈ અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતાં તેને માથામાં ગંભીર ઈજાઓ થતાં સ્થળ પર મોત થયું હતુઓડની અહિમા ચોકડીએ ગઈકાલે વહેલી સવારના સુમારે પુરપાટ ઝડપે જઈ રહેલા કોઈ અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતાં ચાલકનું સ્થળ પર મોત થયું હતુ. અંગે ખંભોળજ પોલીસે અજાણ્યા વાહનના ચાલક વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

(5:34 pm IST)