Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

અમદાવાદની સરકારી હોસ્પીટલો હાઉસફૂલ : અસારવા બાદ સોલા સિવિલમાં પણ 50 વેન્ટિલેટર અને 250 ઓક્સિજન બેડ ભરાઇ ગયા

અમદાવાદ : અમદાવાદમાં કોરોના વાયરસના કેસો વધતા દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગતરોજ અસારવા સિવિલ ફુલ થઈ હતી અને આજે સોલા સિવિલ હાઉસફુલ થઈ જતા તંત્રની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. સોલા સિવિલમાં 250 ઓક્સિજન અને 50 વેન્ટિલેટર બેડ ફુલ થઈ ગયા છે. એટલે કે કોરોનાની સ્થિતિ હવે ભયજનક થઈ રહી છે.

દેશના અલગ-અલગ ભાગોમાં કોરોના વાઈરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જેની અસર હવે હોસ્પિટલોમાં પણ જોવા મળી રહી છે અને દર્દીઓને બેડ્સ પણ નથી મળી રહ્યાં. ગુજરાતના અમદાવાદની સૌથી મોટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવા દર્દીઓનું વેઈટિંગ ચાલી રહ્યું છે. કોરોનાના સતત વધી રહેલા કેસોને પગલે હોસ્પિટલો હાઉસફૂલ થઈ રહી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં એમ્બ્યુલન્સની લાઈનો લાગી છે. જેમાં દર્દીઓ સૂઈ રહ્યા છે અને હોસ્પિટલની અંદર બેડ્સ ખાલી થવાની રાહ જોઈ રહ્યાં છે. અમદાવાદની આ સૌથી મોટી કોવિડ હોસ્પિટલમાં 1200 બેડ્સ ફૂલ થઈ ચૂક્યા છે. જેના કારણે દર્દીઓને બહાર રોકી રાખવામાં આવ્યા છે. એવામાં એમ્બ્યુલન્સમાં જ તેમને ઑક્સિજન આપવામાં આવી રહ્યો છે. ત્યારે આજે સોલા સિવિલ હાઉસફુલ થઈ જતા તંત્રની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. સોલા સિવિલમાં 250 ઓક્સિજન અને 50 વેન્ટિલેટર બેડ ફુલ થઈ ગયા છે. એટલે કે કોરોનાની સ્થિતિ હવે ભયજનક થઈ રહી છે.

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખતરનાક સાબિત થઇ રહી છે. રાજ્યમાં કોરોનાના એક જ દિવસમાં 6 હજારથી વધુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે જ્યારે છેલ્લા કેટલાક દિવસથી 50થી વધુ લોકોના મોત થઇ રહ્યા છે. કોરોનાના પોઝિટિવ કેસ વધવાની સાથે સાથે એક્ટિવ કેસમાં પણ વધારો થયો છે જેને કારણે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના ચાર મહાનગરોની હોસ્પિટલો પણ ફુલ થઇ ગઇ છે. કોરોના પોઝિટિવ દર્દીઓને હોસ્પિટલમાં રાખવા માટે એક પણ બેડ ખાલી નથી. બીજી તરફ સ્મશાનમાં પણ મૃતકના અંતિમ સંસ્કાર માટે 3થી 4 કલાક સુધી રાહ જોવી પડી રહી છે.

કોરોનાના સતત વધી રહેલા કેસોને પગલે હોસ્પિટલો હાઉસફૂલ થઈ રહી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં એમ્બ્યુલન્સની લાઈનો લાગી છે. જેમાં દર્દીઓ સૂઈ રહ્યા છે અને હોસ્પિટલની અંદર બેડ્સ ખાલી થવાની રાહ જોઈ રહ્યાં છે. અમદાવાદની આ સૌથી મોટી કોવિડ હોસ્પિટલમાં 1200 બેડ્સ ફૂલ થઈ ચૂક્યા છે. જેના કારણે દર્દીઓને બહાર રોકી રાખવામાં આવ્યા છે. એવામાં એમ્બ્યુલન્સમાં જ તેમને ઑક્સિજન આપવામાં આવી રહ્યો છે.

રાજ્યમાં પ્રથમ વખત કોરોનાના પોઝિટિવ કેસ 6 હજારની પાર ગયા છે. રાજ્યમાં કોવિડ-19ના 6,021 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 55 લોકોના મોત થયા છે. ગુજરાતમાં ચિંતાજનક રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે. અમદાવાદ-સુરતમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ 20 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જ્યારે સુરત શહેરમાં 18 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. વડોદરામાં પણ 7 લોકોના મોત થયા છે જ્યારે રાજકોટ શહેર અને ગ્રામ્યમાં 6 લોકોના મોત થયા છે. ભરૂચ-બોટાદ-સાબરકાંઠા અને સુરતમાં 1-1 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં આ સાથે જ 55 લોકોએ જીવ ગુમાવ્યો છે.

(6:16 pm IST)