Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

અમદાવાદમાં કોરોન્ટાઇનમાં ઘરમાં એક્લી રહેતી મહિલાને કંટાળી આત્મહત્યાનો વિચાર આવ્યો

પરિવારને જાણ થતા તેઓએ તાત્કાલિક મહિલા હેલ્પલાઈનની મદદ લીધી

અમદાવાદ : રાજયમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને લઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે અમદાવાદની એક મહિલાને કોરોના થયા બાદ તેને કોરોન્ટાઈન કરવામાં આવી હતી. કોરોન્ટાઈનમાં એકલી રહેતી મહિલાને કંટાળી આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો. આ વિષે પરિવારને જાણ થતા તેઓએ તાત્કાલિક મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી જેથી ટીમ દ્વારા મહિલાને સમજાવવામાં આવી હતી.

અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસો રોકેટની ગતિએ વધી રહ્યા છે. જેથી શહેરીજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. કેસો એટલી હદે વધી રહ્યા છે કે, શહેરની મોટી મોટી હોસ્પિટલો ફુલ થઈ ગઈ છે. ત્યારે શહેરના રાણીપ વિસ્તારમાં એક 45 વર્ષીય મહિલાને કોરોના થયો હતો. જેથી તેને એકલા ઘરમાં કોરોન્ટાઈન કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસથી એકલી રહેતી મહિલા માનસિક રીતે કંટાળી ગઈ હતી અને આત્મહત્યાનો વિચાર કર્યો હતો.

પરિવારજનોને આ વિષે જાણ થતા તેઓએ તાત્કાલિક મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી. જેથી ટીમ તાત્કાલિક મહિલાની મુલાકાત લેવા માટે તેના ઘરે પહોંચી હતી. ટીમ દ્વારા પૂછતા તેઓએ જણાવ્યું હતું કે છ મહિના પહેલા તેઓને કોરોના થયો હતો. જેના કારણે તેઓને ક્વોરન્ટીન રહેવું પડયું હતું. બાદમાં બે વાર ફરી ક્વોરન્ટીન થવાની ફરજ પડી હતી. જેથી કુલ દોઢ મહિના જેવું તેઓ એકલા રહ્યા હતા. જેથી તેઓને હવે ઘરના લોકો સાથે રહેવું નથી ગમતું અને ઘર છોડીને જતું રહેવું છે. ઘરના લોકો સાથે કોઈ અણબનાવ કે પ્રોબ્લેમ નથી.

તેઓને હવે એકલા રહેવું ગમે છે આ બાબતે મહિલાના પતિએ જણાવ્યું હતું કે પોતે બીમાર છે અને પત્નીની તેઓ આવી રીતે સેવા કરવા માંગતા નથી. જો તેઓ બીમાર થશે તો પત્નીની કોઈ જવાબદારી લેવા તૈયાર થશે નહિ. પતિની આ વાતથી મહિલાને એકલામાં લઈ જઈ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. સ્ત્રીની લાગણીઓ અંગે વાત કરી અને પરિવારની હૂંફ અંગે વાત કરી હતી. બાદમાં તેઓ ખૂબ રડી ગયા અને જમ્યા બાદ ફરી તેઓને મહિલા હેલ્પલાઇન ટીમે સમજાવી તેઓને જે પ્રવૃત્તિ ગમે તે કરવી જોઈએ

(11:46 pm IST)