Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

સુંદર પહેલ:વલસાડ જિલ્લા પોલીસના ફેસબુક પેજ ઉપર લાઇવ સંગીત મનોરંજન કાર્યક્રમનું આયોજન કરાયું

જાહેર જનતાને આ કાર્યક્રમને નિહાળવા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલા દ્વારા અનુરોધ :જિલ્લા પોલીસ ની સોશિયલ મીડિયા પર પ્રશંસા

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : હાલ કોરોના વાયરસ (કોવિડ-૧૯) જેને વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક માહમારી જાહેર કરવામાં આવી છે અને ભારત દેશમાં તેમજ ગુજરાત રાજ્‍યમાં આ રોગના ઘણાં કેસો નોંધાયેલાં છે. આ વૈશ્વિક મહામારીને નિયંત્રણ લેવા સરકાર દ્વારા વલસાડ શહેર તથા વાપી શહેર વિસ્‍તારમાં રાત્રિ કરફયુ અમલમાં મુકી સમગ્ર સમય દરમિયાન આમ જનતાને જાહેરમાં યોગ્‍ય કારણ વગર હરવા ફરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.

સંગીત થેરાપી દ્વારા ગંભીર પ્રકારના રોગોમાં દર્દીઓની બિમારીમાં ઘણો સુધારો થતો હોવાનું વૈશ્વિક સ્‍તરે પણ માનવામાં આવ્‍યું છે. આ પરિસ્‍થિતિમાં વલસાડ જિલ્લાની હોસ્‍પિટલોમાં સારવાર લેતા કોવિડ-૧૯ સંક્રમિત દર્દીઓ તથા આમ જનતાનું મન પ્રફુલ્લિત રહે અને મનોબળ મજબુત થાય તેમજ સમાજમાં ફેલાતી કોરોના વાયરસની મહામારી અંગે હતાશા ન રહે અને ચિંતામુક્‍ત વાતાવરણ ઊભું થાય તે જરૂરી છે. આ હેતુસર વલસાડ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ ઉપક્રમે કોવિડ-૧૯ સંક્રમિત દર્દીઓ તથા આમ જનતાને સંગીત મનોરંજન પુરું પાડી શકાય તે માટે વલસાડ જિલ્લા પોલીસના ફેસબુક પેજ ઉપર લિંક દ્વારા તા.૧૩/૦૫/૨૦૨૧ ના ૧૮:૦૦ કલાકથી ૨૧:૦૦ કલાક સુધી લાઇવ સંગીત મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ આયોજન બાબતે કોવિડ સેન્‍ટરો, હોસ્‍પિટલો તથા જાહેર જનતાને આ કાર્યક્રમને નિહાળવા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલા દ્વારા જણાવાયું છે.

(1:28 pm IST)