Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

સરકાર ખેડુતોને ખાતરના ભાવ વધારામાં રાહત આપશે

કંપનીઓના ભાવ વધારાથી ખેડુતોને બચાવવા સબસીડી વધારાશેઃ નવા ભાવના ખાતરોનું વેચાણ રોકવા મંડળીઓને ગુજકોમાસોલની સુચના

રાજકોટ તા. ૧૩ : દેશમાં ખાતર ઉત્પાદન કરતી કંપનીઓએ રાસાયાણિક ખાતરના ભાવમાં વધારો કરતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. કોરોના કાળમાં ભાવ વધારાની પીડા અનુભવી રહેલા ખેડૂતોના વહારે કેન્દ્ર સરકાર આવે તેવા સંકેત છે. ખેડૂતોને ભાવ વધારાથી સંપૂર્ણ બચાવવા અથવા ભાવ વધારાનાં બોજ ખેડૂતો માથે સાવ હળવો આવે તે માટે કેન્દ્ર સરકાર સબસીડી વધારવા વિચારી રહ્યાનું જાણવા મળે છે.

 ખાતરના ભાવ બાબતે એકદમ ટૂંક સમયમાં ખેડૂતો માટે રાહતના સમાચાર આવી શકે છે. ગુજરાત સ્ટેટ કો. ઓ. માર્કેટીંગ ફેડરેશનના ચેરમેન દિલીપ સંઘાણીએ નવા ભાવના ખાતરોનું વેચાણ હાલ નહિ કરવા આજે સહકારી સંઘો સંલગ્ન મંડળીઓને પત્ર પાઠવ્યો છે.

ચોમાસુ વાવણીની મોસમ નજીક આવી રહી છે તેવા ટાણે જ ડીઍપી, ઍનપીકે, ઍનપી વગેરે ખાતર ભાવમાં ૪૬ થી પ૮ ટકા જેટલો વધારો આવેલ પ૦ કિલોની બેગ દીઠ રૂ. ૪૦૦ થી ૭૦૦ જેટલો વધારો થયો છે. ભાવ વધારાનો બોજ ખેડૂતો માથે ન આવે અથવા નહિવત આવે તે માટે કેન્દ્ર સરકાર ખેડૂતો માટેની ખાતરની સબસીડી વધારવા વિચારી રહ્નાના નિર્દેષ છે. ભાવ ઘટાડાથી અથવા સબસીડી વધારાથી ખેડૂતોને રાહત મળે તેવા સરકારના પ્રયાસો હોવાનું સરકારી સૂત્રોનું કહેવું છે.

દરમિયાન આજે ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીઍ આજે તાલુકા - જિલ્લા સહકારી ખરીદ-વેîચાણ સંઘોને પત્ર પાઠવી જણાવ્યું છે કે ખાતર ઉત્પાદક કંપનીઅો દ્વારા ફોસ્ફેટીક ખાતરોના ભાવમાં વધારો કરવામાં આવેલ છે. નવા ભાવના ખાતરોની રવાનગી કરવામાં આવી રહી છે. ભાવ વધારા બાબતે સરકાર સાથે ચર્ચા ચાલે છે. આપની સંસ્થા અને તેની સાથે જાડાયેલી મંડળીઅોમાં આવેલ નવા ભાવના ફોસ્ફેટીક ખાતરોનું આવતા ર૪ કલાક સુધી અથવા અત્રેથી બીજી સૂચના ન મળે ત્યાં સુધી વેચાણ કરવુ નહીં. જુના ભાવના ખાતર ઉપલબ્ધ હોય તો જુના ભાવે જ વેîચાણ ચાલુ રાખવું.

(3:27 pm IST)