Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

અમારી પણ ઈચ્છા અમારો મુખ્યમંત્રી બને : અન્યાય પાટીદારોને નહીં, ઓબીસી, દલિત-અદિવાસીને થયો : અલ્પેશ ઠાકોરનો હુંકાર

ખોડલધામમાં પાટીદારોની બેઠક મુદ્દે અલ્પેશ ઠાકોરનું મોટું નિવેદન: કહ્યું - 8 કેબિનેટમાંથી 6 કેબિનેટ મંત્રી છે તે અન્યાય કહેવાય ?

અમદાવાદ : પાટીદારોની ખોડલધામ ખાતે બેઠક બાદ ભાજપ નેતા અલ્પેશ ઠાકોરનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. ખોડલધામ ખાતે પાટીદાર મુખ્યમંત્રીના મુદ્દા પર અલ્પેશ ઠાકોરે કઠોર પ્રતિક્રિયા આપી છે. અને કહ્યું કે, અન્યાય પાટીદારને નહીં, ઓબીસી, દલિત-અદિવાસીને થયો છે. OBC, દલિત અને આદિવાસી મુખ્યમંત્રી બનવા જોઈએ. અમે મુખ્યમંત્રીની વાત કરી હોય તો જાતિવાદમાં ખપાવી દેવામાં આવે છે.

અલ્પેશે કહ્યું, અમારી પાસે ફેક્ટરી કે મોટી સંસ્થા નથી કે, જ્યાં મિટિંગ કરીએ. ધાર્મિક જગ્યા પર આ પ્રકારના વાત યોગ્ય ગણાય નહીં. પાટીદારની સંસ્થા આવી મિટિંગ કરે તે નિંદનિય છે. કેબિનેટમાં કઇ જાતિના મંત્રીઓ છે તે જાણો છો. તેવું કહીને અલ્પેશ ઠાકોરે કહ્યું કે, 8 કેબિનેટમાંથી 6 કેબિનેટ મંત્રી છે તે અન્યાય કહેવાય ?

(5:36 pm IST)