Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

ચાંદખેડામાં આરોપીને પકડવા ગયેલી પોલીસ ઉપર હુમલો

તમને અહીંયાથી જીવતા જવા નહીં દઈએ : ચાંદખેડામાં કુખ્યાત માઈકલને પકડવા ગયેલી પોલીસ પર મહિલાઓ સહિતના ટોળોએ હુમલો કરી ઈજા પહોંચાડી

અમદાવાદ, તા. ૧૩ : અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પોલીસ કર્મચારી ઉપર હુમલાની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.નોંધનીય છે કે પોલીસ ઉપર હુમલાના બનાવ દિવસે દિવસે વધી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહ ની વાત કરીએ તો ૩થી વધુ બનાવમાં પોલીસ ઉપર હુમલો થયો છે અને જેમાં ક્રાઈમ બ્રાન્ચ પણ સામેલ છે. ત્યારે ફરી અમદાવાદમાં પોલીસ ઉપર હુમલો થતા અનેક સવાલ ઉભા થયા છે. મળતી માહિતી પ્રમાણે ચાંદખેડા પોલીસને વરદી મળી હતી કે માઈકલ નામના વ્યક્તિએ ફરિયાદી ઉપર તલવાર વડે હુમલો કર્યો છે અને જેમને ગંભીર ઈજાઓ થઈ છે જેથી પોલીસ ત્યાં પહોંચીને તપાસ સારું કરી હતી. પોલીસની સાથે અન્ય એક વ્યક્તિ જે ફરિયાદીની સાથે હતા તે પણ હતો અને જેમણે આરોપી મુકેશ ઉર્ફે માઈકલને ઓળખી બતાવેલ.

જેથી પોલીસ તેને સાથે ચાલવા કહેતા તેની સાથે રહેલા અન્ય લોકો એકદમ ઉશ્કેરાઈ ગયા અને માઈકલને સાથે નહીં લઈ જવા દઈએ તેમ કહેવા લાગેલ સાથો સાથ તમને જીવતા નહીં જવા દઈએ તેવી પણ ધમકી આપવા લાગ્યા હતા. આરોપીની પકડવા જતા તેમની સાથે રહેલ આરોપી એ પોલીસ ઉપર લાકડા વડે હુમલો કરી દીધો હતો અને અન્ય પોલીસ કર્મચારીઓ ઉપર પણ હુમલો કરી દીધો હતો.

મહત્વ નું છે કે મહિલા આરોપીએ પથ્થર ફેંકીને પોલીસ કર્મચારીઓને ઈજા કરી અને ત્યાર બાદ ૨ આરોપીઓ ત્યાંથી ભાગવા જતા એક આરોપી પડી ગયો અને પોલીસે તેને પડકી નામ પૂછતાં માઈકલ હોવાનું જાણવા મળ્યું હતું સાથ મહિલા આરોપીની પણ પોલીસે ધરપકડ કરી લીધી જોકે અન્ય એક આરોપી ફરાર થઈ ગયો હતો.પોલીસે આરોપીએ સામે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી ત્યારે મુકેશ સામે અલગ અલગ ૨ ગુનાઓ દાખલ કરવા માં આવેલ છે.

(9:48 pm IST)