Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

ગરુડેશ્વર પાસે બનેલ વિયરડેમ ઓવરફ્લો થતા નજારો નિહાળવા લોકો ઉમટી પડ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ નર્મદા બે કાંઠે વહેતા ભાવિક ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે સાથે જ વિયર ડેમ ઓવરફલો થતા તેનો આહલાદક નજારો નિહાળવા માટે લોકો ઉમટી રહ્યા છે.
 ચોમાસાની ઋતુમાં નર્મદા બંધને આગામી મહત્તમ સપાટી એ ભરવા માટે  નર્મદા નિગમે તૈયારી શરૂ કરી દીધી  છે  નર્મદા નિગમ રિવરબેડ પાવરહાઉસના 5 ટર્બાઇન હાલ ધમધમી રહ્યા છે અને 45 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેને કારણે નર્મદા નદીમાં પાણીનો વિપુલ જથ્થો ઠલવાતા ગરુડેશ્વર પાસે આવેલ વિયર ડેમ કમ કોઝવે ઓવરફ્લો થયો છે, નર્મદા બંધમાંથી પાણી છોડવામાં આવતા આ વિયર ડેમ ઓગસ્ટ સપ્ટેમ્બર માં છલકાતો હોય છે પરંતુ હાલ ટર્બાઇનના ડિસ્ચાર્જ માંથી છોડાતું પાણી નર્મદા નદીમાં પડતા ગરુડેશ્વર પાસે આવેલો વિયર ડેમ ઓવર ફ્લો થયો છે, હાલ ચાલી રહેલ ગંગા દશહરમાં નર્મદા સ્નાન નું મહત્વ છે જેથી નર્મદા નદી બે કાંઠે થતા શ્રદ્ધાળુઓ માં આનંદ જોવા મળ્યો છે બીજી બાજુ ગયા વર્ષ જે ધોવાણ થયું હતું ત્યાં હાલ ઘાટ બનાવવાની કામગીરી પણ પુર જોશ માં ચાલી રહી છે.

(10:07 pm IST)