Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

આમલેથા ગામે ઘરમાં ભાગ બાબતે સાસુ અને વહુ વચ્ચે ઝગડો : વહુએ સાસુ ને લાકડી મારી ઇજા કરતા ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલાં આમલેથા ગામમાં સાસુ વહુ વચ્ચે તકરાર થતાં વહુ એ સાસુને મારતા સાસુએ ફરિયાદ આપી છે
પ્રાપ્ત માહિતી મુજબ આમલેથા રહેતા સવિતાબેન જોગી ભાઈ વસાવાએ આપેલી ફરિયાદ અનુસાર તેમના પુત્રવધૂ લલીતાબેન વિજયભાઈ વસાવા( રહે આમલેથા) એ જણાવ્યું કે તમોએ અમોને ઘરમાં ભાગ કેમ આપતા નથી તેમ કહી સાસુને ગમે તેવી ગાળો બોલતા હતા જેથી  સાસુ એ ગાળો બોલવાની ના પાડતાં વહુ એકદમ ઉશ્કેરાઇ જઇ ઘરમાંથી લાકડી લઇ આવી કપાળના ભાગે લાકડી મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સાસુ એ તેમના વહુ સામે આમલેથા પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(11:20 pm IST)