Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ : સુઈગામ અને દિયોદરમાંધોધમાર :અંબાજીમાં ધીમીધારે વરસાદ : પાલનપુરમાં છાંટા પડ્યા

દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ વરસાદ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી

બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જોવાયો છે, જિલ્લાના સુઇગામના ડાભી ગામે વરસાદ પડ્યો હતો. દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ વરસાદ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી

 જિલ્લાના . દિયોદરના મોજરું નવા,મોજરું જુના, સેસણ સહિતના ગામમાં વરસાદ પડ્યો હતો. અંબાજીમાં પણ ધીમીધારે વરસાદ પડ્યો હતો. જિલ્લામાં પાલનપુર શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો. પાલનપુરમાં વરસાદી છાંટાની શરૂઆત છતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

(7:53 pm IST)