Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

આપણે ખરેખર ભાગ્યશાળી છીએ કે આપણને પૂજય શાસ્ત્રીજી મહારાજ, પુરાણી સ્વામી અને પૂજ્ય જોગી સ્વામીનું સાનિધ્ય મળેલ : શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી : મેમનગર ગુરુકુલ તો તપો ભૂમિ, યજ્ઞ અનુષ્ઠાન ભૂમિ અને સંસ્કારની ભૂમિછે. જ્યાં કરોડો સ્વામિનારાયણના નામના જપ જપાઇ રહ્યા છે: પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી

પુરાણી સ્વામી ભકિતપ્રકાશદાસજી સ્વામીની પવિત્ર સ્મૃતિમાં ચાલી રહેલ 85 કલાકની અખંડ ધૂનની પૂર્ણાહૂતિ પ્રસંગે સતત ધૂન બોલાવનારા ગાયક કલાકારો અને ઢોલ વગાડનારાઓનું શાલ ઓઢાડી સન્માન કરાયું

અમદાવાદ તા. 13 અખંડ યજ્ઞ અનુષ્ઠાન પ્રિય એવા પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીની પવિત્ર સ્મૃતિમાં મેમનગર ગુરુકુલ ખાતે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમા 85 કલાકની અખંડ ધૂનનું આયોજન કરવામાં આવેલ. તા. 9 જુન સવારે 6-30 થી શરુ થયેય અખંડધૂનની પૂર્ણાહૂતિ તા.12 જુનના રોજ સાંજે 7-30  કલાકે નિર્વિઘ્ને પૂર્ણ થયેલ છે.
લંડન સત્સંગ પ્રચાર્થે વિચરણ કરી રહેલ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ  સતત ધૂનમાં બેસનાર હરિભકતો,વિદ્યાર્થીઓ અને સંતોને આશીર્વાદ આપ્યા હતા
 ખાસ કરીને 85 કલાક દરમ્યાન સતત ધૂન બોલાવનાર કલાકારો તેમજ સતત ઢોલ વગાડનારા કલાકારોને અભિનંદન આપ્યા હતા.
ધૂન દરમ્યાન ઉપવાસ કરીને ધૂનમા બેસનારા સંતોને અભિનંદન આપ્યા હતા.
  સ્વામીજીએ જણાવેલ કે આ સંતો કેવળ ભજનની વાતો જ કરતા નથી પણ એકેક કરોડ જપ કરવાના નિમાધારી સંતો છે. સતત 85 કલાકની ધૂન કરવાની સંતોના દિલમાંથી ઉઠેલ અવાજ છે.
 આ પ્રસંગે શાસ્ત્રી ભકતવત્સલદાસજી સ્વામીજી પ્રાસંગિક પ્રવચન કરેલ
પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવેલ કે મેમનગર ગુરુકુલ તો તપો ભૂમિ, યજ્ઞ અનુષ્ઠાન  ભૂમિ અને સંસ્કારની ભૂમિછે. જ્યાં કરોડો સ્વામિનારાયણના નામનો જપ થઇ રહ્યો છે.
 આ પ્રસંગે ગાયક કલાકાર હસમુખ પાટડીયા, ક્યાડા અમીત,ચૌહાણ રિતેશ,કૌશિક ગોલાદરા, માકાસણા આકાશ,કરકર જયદિપ,થડોદા દેવ, ભુંગાણી રાજ વગેરે તમામ ગાયક અને ઢોલ વગાડનારા કલાકારને શાલ ઓઢાડી પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામીના હસ્તે સન્માનિત કર્યા હતા.                                                                      ------કનુભગત
સતત  45 કલાક સુધી ઉપવાસ કરીને અખંડ ધૂનમાં હાજર  રહેનાર પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીને પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામીએ હાર પહેરાવી સન્માનિત કર્યા હતા. ---------કનુભગત

 

(1:36 pm IST)