Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

પોલીસનો બાતમીદાર હોવાની રીસ રાખી વડોદરાના શખ્સ પર હુમલો કરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા:શહેરના મહેબુબપુરામાં રહેતા રિઝવાન શેખે ફરિયાદ નોંધાવી હતી કે, મિત્ર દેવાએ ફોન કરી મળવાનું જણાવતા હું પ્રતાપનગર નવગ્રહ મંદિર પાસે પહોંચ્યો હતો. જ્યાં દેવો તથા નોમાન દાતરા ( બંને રહે - બાવચાવાડ, નવગ્રહ મંદિર પાછળ, પ્રતાપ નગર )એ રીક્ષામાં બેસવા જણાવતાં તેઓએ ના પાડી હતી. જેથી તેઓએ ઉશ્કેરાઈ અપશબ્દો બોલી તું પોલીસનો બાતમીદાર છે અને અમારી તથા અમારા મિત્ર ભરત માળીની બાતમી આપી છે. તેમ જણાવી મને ગડદાપાટુનો માર માર્યો હતો. દરમિયાન રિક્ષામાંથી બેઝબોલ તથા લોખંડની પાઈપ નીકાળી આડેધડ ફટકા મારતા આખા શરીરે ઈજાઓ પહોંચી છે. આ ઝપાઝપી દરમિયાન મારા ખિસ્સાના રોકડા 29 હજાર રૂપિયા પણ ગાયબ થઇ ગયા છે. અન્ય એક બનાવમાં ડભોઇ રોડ ઉપર જલારામ નગર ઝૂપડપટ્ટીમાં રહેતા રીક્ષાચાલક વિકી ગોદડીયાએ ફરિયાદ નોંધાવી હતી કે,  ગઈકાલે રાત્રે હું મિત્ર પરાગભાઈને મળવા માટે જયનારાયણ નગર પહોંચ્યો હતો. તે સમય મીનાબેન રાવલે જણાવ્યું હતું કે, પરાગભાઈ અમારા મકાનની છત ઉપર છે. કૂતરું ભસ્તું હોય જેથી હું કૂદીને અન્ય મકાનના ધાબા ઉપર જતો રહ્યો હતો. આ દરમિયાન મીનાબેન રાવલ તથા સનાભાઇ ઠાકોરે મને પકડી જણાવ્યું હતું કે, તું પોલીસને અમારા દારૂના ધંધાની બાતમી આપે છે. અને બાકી માટે તું નહીં રેકી કરવા આવ્યો છે. કેમ કહી મારા પગ ઉપર ચાકુનો ઘા માર્યો હતો. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુએ શોર મચાવતા મારો બચાવ થયો હતો. આમ સનાભાઇ ઠાકોરએ મને પાછળથી પકડી રાખી મીનાબેન રાવલે ચાકુ વડે હુમલો કર્યો હતો. ઉપરોક્ત બંને ફરિયાદના આધારે વાડી પોલીસે દેવો, નોમાન દાતરો, ભરત માળી, મીનાબેન રાવલ અને સનાભાઇ ઠાકોર વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:12 pm IST)