Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

અમદાવાદ - વડોદરામાં વકરતો કોરોના :રાજ્યના છેલ્લા 24 કલાકમાં 111 નવા કેસ નોંધાયા:વધુ 57 દર્દીઓ સાજા થયા :આજે એકપણ દર્દીનું મૃત્યુ નથી :રાજ્યનો કુલ મૃત્યુઆંક 10,945: કુલ 12,14.586 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 28.679 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 832 કોરોનાનાં એક્ટીવ કેસ : શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 111 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 57 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.14.586 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યનો કુલ મૃત્યુઆંક 10.945 પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 99.05 ટકા જેટલો છે.
રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 28.679  લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11.05.46.909 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.રાજ્યમાં હાલ 832 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી અને અને 832 દર્દીઓ સ્ટેબલ છે .
રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 111 કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 57 કેસ,વડોદરા કોર્પોરેશનમાં 20 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 6 કેસ, ગાંધીનગર અને રાજકોટ કોર્પોરેશનમાં 5-5 કેસ, સુરત કોર્પોરેશનમાં 4 કેસ, ભાવનગર કોર્પોરેશન,રાજકોટ, સુરતમાં 2-2 કેસ, અમદાવાદ, આણંદ ,જામનગર કોર્પોરેશન, કચ્છ,મોરબી, નવસારી, તાપી,અને વડોદરામાં 1-1 કેસ નોંધાયો છે

(7:56 pm IST)