Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ફરતી ઇ.રિક્ષા માં અચાનક આગ લાગતાં દોડાદોડી : આગમાં માત્ર રિક્ષા બળતા નુકશાન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે છેલ્લા ઘણા સમયથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ઈલેક્ટ્રીક રીક્ષા ઓ મહિલાઓ દ્વારા ફેરવવામાં આવે છે જેનું સ્ટેન્ડ કેવડીયા કોલોની રેલ્વે સ્ટેશનની બાજુમાં આવેલ પાર્કિંગ પાસે બનાવવામાં આવેલ છે જ્યાં ઈલેક્ટ્રીક રીક્ષાઓ ને ચાર્જિંગ કરવામાં આવે છે આ સ્થળ ઉપર અચાનક જ એક ઈલેક્ટ્રીક રીક્ષા ને આગ લાગી હતી તથા સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી તેમજ આગ ના ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા નજરે પડ્યા હતા ઘટનાની જાણ થતાજ ગ્રામજનો તથા કેવડીયા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો જોકે રિક્ષા સંપૂર્ણ બળી ને ખાક થઈ ગઈ છે
 મહત્વની બાબત એ છે કે આ ઘટના સંદર્ભે ફાયર સ્ટેશન નો પણ સંપર્ક કરવામાં આવ્યો પરંતુ તે પણ ઘટનાસ્થળે મોડા પહોંચતા સ્થાનિક ગ્રામજનો તથા પોલીસના જવાનોએ તેમજ એસઆરપીના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો જોકે કોઈ મોટી જાનહાનિ થયેલ નથી માત્ર ઈલેક્ટ્રીક રીક્ષા ને નુકસાન થયેલ છે.

(10:45 pm IST)