Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

તિલકવાડા પોલીસે ગોધામ ગામની સીમમા જુગાર રમતા ૦૯ શખ્સોને રૂ.૪૮,૩૬૦ નાં મુદ્દામાલ સાથે દબોચી લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાનાં તિલકવાડા પો.સ્ટે . વિસ્તારમાં પ્રોહી / જુગારની ગેર કાયદેસરની પ્રવૃત્તિઓ અટકાવવા સારૂ કામગીરી કરવાની સૂચનાને પગલે એ.એન.પરમાર પોલીસ સબ ઇન્સ્પેકટર તિલકવાડા પો.સ્ટે ને મળેલ બાતમી આધારે ગોધામ ગામની સીમમાં આંબાના ઝાડની નીચે કેટલાક શખ્શો જુગાર રમતા હોય એ જગ્યાએ રેઈડ કરતા ત્યાંથી ( ૧ ) મહેબુબ અબ્દુલભાઇ પટેલ( રહે.ગોધામ તા.તિલકવાડા જી.નર્મદા) ( ર ) આસીફભાઇ શાદીકભાઇ પટેલ (રહે ગોધામ તા.તિલકવાડા જી નર્મદા) ( ૩ ) નરેશભાઇ જગદીશભાઇ ભીલ (રહે ગોધામ તા.તિલકવાડા જી. નર્મદા) ( ૪ ) મહેશભાઇ કરશનભાઇ ભીલ (રહે વડીયા તા.નસવાડી જી.છોટાઉદેપુર)( પ ) રામસીંગભાઇ અમીદાસભાઇ ભીલ (રહે.ગોધામ તા.તિલકવાડા જી.નર્મદા)( ૬ ) અજયભાઇ સુખરામભાઇ ભીલ( રહે. વડીયા તા.નસવાડી જી.છોટાઉદેપુર) ( ૭ ) હરેશભાઇ જગદીશભાઇ ભીલ( રહે , ગોધામ તા , તિલકવાડા જી.નર્મદા) ( ૮ ) કેતનભાઇ પ્રેમાભાઇ ભીલ( રહે.બીડીકુવા તા.નસવાડી જી.છોટાઉદેપુર) ( ૯ ) પ્રવિણભાઇ જીવણ ભાઇ ભીલ( રહે.ગોધામ તા.તિલકવાડા જી.નર્મદા) ને ઝડપી પાડી તેમની અંગ ઝડતી માંથી રોકડા રૂ ૧૭,૩૦૦ તથા દાવ ઉપરના રૂ .૫,૦૬૦ મળી કુલ જુગારના રોકડા રૂ, ૨૨,૩૬૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૭ કિ.રૂ .૨૬,૦૦૦ મળી કુલ કિ.રૂ .૪૮,૩૬૦ ના મુદ્દામાલ સાથે પકડી પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે..

(10:52 pm IST)