Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

જખૌ બંદર પરથી પકડાયેલ ડ્રગ્સ મામલે દિલ્હીથી વધુ ત્રણ આરોપીની ધરપકડ : કોર્ટે ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

ગુજરાત ATSએ બે અફઘાની નાગરીક તેમજ એક ભારતીય નાગરિકને દબોચી લીધા :ત્રણેય આરોપીઑને ભુજની કોર્ટમાં રજૂ કરાયા

અમદાવાદ : ગત એપ્રિલ મહિનાની 26 તારીખે ગુજરાત ATS અને કોસ્ટગાર્ડના સયુંકત ઓપરેશન દરમિયાન પાકિસ્તાની અલ હજ નામની બોટ ઝડપાયી હતી.પાકિસ્તાની બોટમાંથી રૂપિયા 280 કરોડના ડ્રગ્સ સાથે પાકિસ્તાની 9 શખ્સો ઝડપાયા હતા. જેમની પૂછપરછ દરમિયાન ગુજરાત ATSને મોટી સફળતા હાથે લાગી છે.ગુજરાત ATS એ દિલ્હી વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી છે.ગુજરાત ATS એ બે અફઘાની નાગરીક તેમજ એક ભારતીય નાગરિકને દબોચી લીધા છે.

 આ પકડાયેલા ત્રણેય આરોપીઑને  ભુજની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં ભુજ NDPS કોર્ટે ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ જખૌના 280ના ડ્રગ્સ કેસમાં અત્યાર સુધી 12 થી 13 આરોપીનો ઝડપી ડ્રગ્સની સેન્ડીકેટનો પર્દાફાશ કરવામાંમાં મોટા ભાગે ATSને સફળતા મળી છે.

26 એપ્રિલના રોજ પાકિસ્તાનના કરાંચી બંદ૨થી 55 પેકેટ હેરોઇન સાથે અલ હજ નામની  યાંત્રિક બોટ  નીકળી હતી અને તે અંગે ATS ગુજરાતને બાતમી મળી હતી. જે સંદર્ભે ATS તેમજ કોસ્ટગાર્ડ કચ્છ અને આસપાસના અ૨બી સમુદ્ર ક્ષેત્રમાં જબરૂ પેટ્રોલીંગ ગોઠવી દેવાયુ હતું અને દરેક જહાજો તથા માછીમાર બોટની પણ તલાશી લેવામાં આવતી હતી. આ ઉપરાંત મુંબઈ સુધી કોસ્ટગાર્ડના પેટ્રોલીંગ જહાજો સતત દરિયામાં ફરીને પાકિસ્તાનથી નીકળેલી અલ હજ બોટને લોકેટ ક૨વા ફરી ૨હી હતી. તેવામાં અરબી સાગરમાં IMBL નજક અલ હજ દેખાઈ ને તેમાંથી 55 પેકેટ હેરોઇન સાથે બોટમાં  સવાર 9 પાકિસ્તાની ડ્રગ્સ માફિયાની ધરપકડ કરવામાં આવી હતી.બાદમાં 1 અને હવે અન્ય 3 આરોપીને પોલીસે ઝડપી પાડયા છે.

(11:35 pm IST)