Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

વલસાડ, વાપી, ધરમપુર, કપરાડા અને ઉમરગામ તાલુકામાં ધોધમાર વરસાદ : રસ્તાઓમાં પાણી ભરાયા:અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ

વલસાડ :  દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. ખાસ કરીને વલસાડ, વાપી, ધરમપુર, કપરાડા અને ઉમરગામ તાલુકામાં ધોધમાર વરસાદ પડયો છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણી-પાણી થઇ ગયા છે. અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થયાના સમાચાર છે.

(10:28 pm IST)