Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

નર્મદા જિલ્લામાં લાંબા વિરામ બાદ પાંચ તાલુકામાં વરસાદ : ઉકળાટભર્યા વાતાવરણમાં વરસાદ પડતા ઠંડક અનુભવાઈ

અષાઢી બીજના દિવસે રથયાત્રામાં આવેલા વરસાદથી લોકોનો આનંદ બેવડાયો

નર્મદા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થયો છે. જિલ્લાના પાંચ તાલુકાઓમાં વરસાદનું આગમન થયું છે. અષાઢી બીજના દિવસે રથયાત્રામાં આવેલા વરસાદથી લોકોનો આનંદ બેવડાયો હતો. ઉકળાટભર્યા વાતાવરણમાં વરસાદ પડતા ઠંડક અનુભવાઈ હતી.

(12:53 am IST)